ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

મંડેલા દિવસ પર કાર્લા બૂનીએ ગીત ગાયુ

ફ્રાંસની પ્રથમ મહિલા કાર્લા બૂની સરકોજીએ મહાન દક્ષિણ આફ્રિકી નેતા નેલ્સન મંડેલાના 91મા જન્મદિવસ નિમિત્તે થયેલ એક કાર્યક્રમમાં ગીત ગાયુ. શ્રીમતી બ્રૂનીએ પોતાના લગ્ન પછી પહેલીવાર સાર્વજનિક મંચ પર ગીત ગાયુ છે.

આ કાર્યક્રમ શનિવારે રાત્રે અહી ન્યૂયોર્કના રેડિયો સિટી સંગીત હોલમાં આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે ઘણા જાણીતા કલાકાર જેવા અરેથા ફ્રેંકલીન, મહારાણી લતીફા અને બાબા માલ સહિત ઘણા આફ્રિકી કલાકાર હાજર હતા.

શ્રીમતી બ્રૂનીને ગીત દરમિયાન દર્શકો વચ્ચે બિરાજમાન તેમના પતિ નિકોલસ સરકોજીએ હસતા-હસતા તાળીઓ વગાડી તેણે પ્રોત્સાહિત કરી હતી.

મંડેલા દિવસના પ્રસંગે નેલ્સન મંડેલા કાર્યક્રમમા હાજર નહોતા. તેમબે લાંબા પ્રવાસથી બચવાની સલાહ આપવામાં આવી છે. જો કે આ પ્રસંગે મંડેલાએ પોતાનો વીડિયો સંદેશ આપ્યો.

સંદેશમાં તેમણે કહ્યુ કે સ્વતંત્રતા અને ન્યાયને માટે કરવામાં આવેલ તેમનો સંઘર્ષ એક સામૂહિક પ્રયત્ન હતો અને મંડેલા દિવસ તેનાથી જુદો નથી.

તેમણે કહ્યુ કે હુ આશા કરુ છુ કે લોકો પોતાના સમૂહનુ જીવન સ્તર ઉઠાવવા માટે પોતાના સમય અને પ્રયત્ન સમર્પિત કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ઓબામાએ પણ સંદેશ આપ્યો, તેમણે કહ્યુ કે મંડેલાનુ જીવન વિશ્વ સમૂહને સાહસની શિક્ષા આપે છે.