ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 7 ઑક્ટોબર 2008 (12:12 IST)

મતદાતા મૈક્કન માટે કુતુહલ

મોટી સંખ્યામાં એશિયાઈ અમેરિકી મતદાતા રાષ્ટ્રપતિ પદ માટે ચાર નવેમ્બરે થનારી ચુંટણીમાં સીનેટર બરાક ઓબામાનું સમર્થન કરી રહ્યાં છે પરંતુ અનિશ્ચિત સ્થિતિથી પસાર થઈ રહેલ લોકોની સંખ્યા પણ ઓછી નથી. આનાથી તે નિષ્કર્ષ નીકળે છે કે મતદાતાનો એક મોટો સમુહ પ્રતિસ્પર્ધીઓ માટે કુતુહલ બનેલ છે.

ફ્લોરીડા કોલોરાડો અને ઓહાયો એવા રાજ્ય છે જ્યાં બંને પ્રતિસ્પર્ધિ વચ્ચે જોરદાર ટક્કર છે. અહીંયા એશિયાઈ અમેરિકી મતદાતા મહત્વની ભુમિકા ભજવી શકે છે.

આ વાત એક અધ્યયન દરમિયાન સામે આવી છે. અધ્યયન ચાર પ્રમુખ વિશ્વવિદ્યાલયો રૂટગર્સ ધ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુજર્સી, યુનિવર્સીટી ઓફ કૈલિફોર્નિયા બર્કલે, યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયા રિવરસાઈડ યૂસી રિવરસાઈડ અને યુનિવર્સિટી ઓફ સર્દન કૈલિફોર્નિયા યુએસસીમાં કરાયું હતું.