શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મલેશિયા એયરલાઈંસનુ ગાયબ થયેલુ વિમાન ક્રેશ, મુસાફરો લાપતા

P.R
કુઆલાલંપુર. મલેશિયા એયરલાઈંસના એમએચ 370 યાત્રી વિમાન શનિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. આ વિમાનમાં 227 મુસાફરો સહિત 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. એવુ જાણવા મળ્યુ છે કે આ વિમાન વિયેતનામના સમુદ્રમાં ક્રેશ થયુ છે. આ વિમાનનો છેલ્લીવાર સંપર્ક એ સમયે થયો હતો જ્યારે આ સાઉથ ચાઈના સી પર ઉડાન ભરી રહ્યુ હતુ.

એયરલાઈંસ(એમએમએસ)એ આજે ચોખવટ કરી છે કે તેમનુ વિમાન નંબર એમએચ 370 નો સુબાંગ હવાઈ વાહનવ્યવ્હાર નિયંત્રણ(એટીસી) સાથે સંપર્ક તૂટી ગયો છે વિમાનમાં બે શિશુઓ સહિત 239 લોકો સવાર છે.

એમએએસ દ્વારા રજૂ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બી 777-200 વિમાને 8 માર્ચ 2014ના રોજ રાત્રે 12 વાગીને 41 મિનિટ પર કુઆલાલંપુરથી ઉડાન ભરી હતી. વિમાન રાત્રે 2 વાગીને 40 મિનિટ (ભારતીય સમય મુજબ 12 વાગીને 10 મિનિટ)પર એટીસી સાથે સંપર્ક તૂટી ગયો.

વિમાનની સવારે 6 વાગીને 30 મિનિટ પર બીજિંગમાં ઉતારવાની શક્યતા હતી. વિમાનમાં ચાલક દળના 12 સભ્યો સહિત 239 લોકો સવાર હતા.

મલેશિયા એયરલાઈંસે કહ્યુ કે તેઓ અધિકારીઓ સાથે સંપર્કમાં છે જેમણે પોતાની શોધ અને બચાવદળને વિમાનની શોધખોળ કરવા માટે સક્રિય કરી દીધા છે. મલેશિયા એયરલાઈંસની સફળતાનો શાનદાર રેકોર્ડ રહ્યો છે.