ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

મલેશિયામાં યોગ વિરૂધ્ધ ફતવો

મલેશિયાની શીર્ષ ઈસ્લામિક પરિષદે યોગ વિરૂધ્ધ ફતવો જાહેર કરીને મુસલમાનોને તેનાથી દૂર રહેવા જણાવ્યું છે.

બહુધર્મી દેશ એવા મલેશિયામાં નેશનલ ફતવા કાઉન્સિલે તૈયાર કરેલા ફતવામાં જણાવ્યું છે કે યોગમાં હિન્દુ ધર્મની પ્રાર્થનાઓને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે . તેમજ તેનાં દ્વારા ભગવાનની નજીક જવાની સમજ આપવામાં આવી છે.

આ ફતવામાં યોગને ગેરઈસ્લામી ગણી તેનાથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. પરિષદનાં અધ્યક્ષ અબ્દુલ સુકુર હુસૈનનાં જણાવ્યા મુજબ મનની શાંતિ અને શારિરીક વ્યાયામ માટે યોગ કરવા સિવાય અન્ય કેટલીક કસરતો કરી શકાય છે. મલેશિયામાં ફતવાનું કોઈ મહત્ત્વ નથી. પણ તેની સામાજિક અસરો ખૂબ ઉંડી પડે છે.