શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , મંગળવાર, 30 જૂન 2009 (09:44 IST)

મહાકૌભાંડકાર મૈડૉફને મહાસજા

વોલ સ્ટ્રીટને હલાવી દેનારા બર્નાડ મૈડોફને અમેરિકી કોર્ટે મહાકૌભાંડ માટે 150 વર્ષની જેલની સજા ફટકારી છે. મૈડોફે હોલીવુડના કેટલાયે કરોડપતિ અને મધ્યમ વર્ગના લાખો રોકાણકારોને માર્ગ પર લાવી નાખ્યાં છે.

મૈડાફ દ્વારા ગુના માટે માફી માંગવા છતાં પણ ન્યૂયૉર્કમાં અમેરિકી ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ડેની ચિને સજાની જાહેરાત કરતા કહ્યું કે, આરોપી બર્નાર્ડ મૈડૉફને વધુમાં વધુ 150 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજાની જાહેરાત બાદ કેટલાક પીડિત ગળે મળ્યાં, કેટલાકની આંખોમાં આંસૂ આવી ગયા અને કેટલાકે ખુશી જાહેર કરી. સજાની જાહેરાત મૂર્વે મૈડૉફે કહ્યું કે, '' હું મારા પરિવાર માટે વારસામાં બદનામી છોડી રહ્યો છું. હું પોતે પણ બાકીનું જીવન શરમ સાથે જીવીશ. ''

મૈડૉફ પર 65 અરબ ડોલરના કૌભાંડનો આરોપ છે. મૈડૉફે 91 માં પોંજી સ્કીમ શરૂ કરી તેણે લાખો રોકાણકારોના નાણા લઈને પોતાની ચેસ મૈનહટ્ટન બેન્ક ખાતામાં જમા કરાવ્યાં જ્યારે સ્કીમ અંતર્ગત લોકોની જમા રાશિને વિભિન્ન રોકાણ સ્કીમોમાં જમા કરવામાં આવવાની હતી. સરકાર મૈડોફની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.

ભારતમાં પણ કૌભાંડ

જનતાના નાણા ખાવામાં ભારતીયો પણ પાછળ નથી. તાજેતરના વર્ષોમાં આવું કૃત્ય કરનારાઓમાં હર્ષદ મહેતા, લક્ષ્મીચંદ ભગ્ગાજી, ચેન રૂપ ભંસાલી, વી. રામાલિંગા રાજૂ, ડો. અશોક જાડેજા, વાલિયા દંપત્તિ (ઈંદૌર) વગેરેનો સમાવેશ થાય છે. ભારતની ન્યાયિક પ્રક્રિયા એવી સુસ્ત છે કે ચૂકાદો આવવામાં વર્ષો લાગે છે.