બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

માંસાહારનો ત્યાગ કરનારાને 56 હજાર રૃપિયાનું ઈનામ

માંસાહારનો ત્યાગ કરનારા યુવાનોને ખાનગી સામાજીક સંસ્થા પેટા 56 હજાર રૃપિયા જેટતી માતબર રકમ ઈનામમાં આપશે તેવો દાવો સંસ્થાનાં સંચાલકોએ કર્યો છે. પેટાનાં સંચાલકોએ રસપ્રદ જાહેરાત કરી છે કે, અમેરિકામાં જે વિદ્યાર્થી માંસાહાર છોડી દેશે તેને સંસ્થા દ્વારા એક હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે.

જે વિદ્યાર્થી કોલેજની મેસમાં જમતી વખતે થાળીમાં સંપૂર્ણ શાકાહારી ભોજન પિરસશે તેને આ ઈનામ ચુકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પીપલ્સ ફોર એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ નામની સંસ્થા વૈશ્વિક સ્તરે પ્રાણીઓ માટે કામ કરશે. આ સંસ્થામાં હાલમાં વિશ્વભરનાં વીસ લાખ લોકો જોડાયેલા છે.