ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: વોશિગ્ટન , ગુરુવાર, 23 એપ્રિલ 2009 (17:46 IST)

માયાવતી "એન્ટી ઓબામા"!-ન્યુઝવીક

ન્યુઝવીકનાં કવરપેજ પર માયા

આ અઠવાડિયે પોતાના મેગેઝીન પર માયાવતીની કવરસ્ટોરી પ્રકાશિત કરનાર અમેરિકી મેગેઝીન ન્યુઝવીકે બીએસપી સુપ્રિમોને એન્ટી ઓબામા ગણાવી છે. એટલે કે ઓબામાને અમેરિકામાં સમાજને જોડવાની વાત કરનાર નેતા ગણાવ્યો હતો. તો ભારતીય સમાજને તોડવાની આશંકા સાથે માયાવતીને એન્ટી ઓબામા કહી હતી.

મેગેઝીને પોતાની કવર સ્ટોરીમાં માયાવતીનાં સોશિયલ એન્જિનિયરીંગ અંગે માહિતી આપી છે. જેમાં તેની સરખામણી ઓબામા સાથે કરવામાં આવી છે. જેમાં ઓબામાને સમાજને જોડનાર નેતા ગણાવ્યો હતો. તો માયાવતીને પોતાની મજબૂરીને કારણે સમાજને તોડનાર નેતા કહીને તેને ભારતની એન્ટી ઓબામા કહી છે.

ન્યુઝવીકનાં પોતાના લેખમાં જણાવવામાં આવ્યું હતું કે માયાવતી પોતાની રીતે સરકાર બનાવી શકે તે વાતમાં દમ નથી. હા,ગઠબંધન રાજનીતિમાં કિંગમેકર જરૂર બનશે. જો કે તેમણે ઓબામા અને માયાવતી વચ્ચેની કેટલીક સમાનતાઓનો ઉલ્લેખ કર્યો છે.


મેગેઝીનમાં સરખામણી કરતાં જણાવ્યું હતું કે બંને વ્યક્તિઓ પછાત વર્ગમાંથી આવે છે. અને, પોતાનાં બળે સફળતા હાંસલ કરી છે. ઓબામા 47 વર્ષનાં છે. માયાવતી 53 વર્ષની છે. જ્યારે અન્ય નેતાઓ 70થી વધુ વયનાં છે. જો કે ઓબામાએ સારી શાળા-કોલેજમાં શિક્ષણ હાંસલ કર્યું છે. તો માયાવતી ગરીબીને કારણે સારૂ શિક્ષણ મેળવી શક્યા નથી.