શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મિશ્રમાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોત

મિસ્રમા સ્વાઈન ફ્લૂથી મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. મિસ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સમાચાર આપ્યા છે કે સઉદી અરબના મક્કાથી હજ કરી પાછી ફરેલ 28 વર્ષીય એક સ્ત્રીનુ સ્વાઈન ફ્લૂથી મૃત્યુ થઈ ગયુ.

મંત્રાલયના એક પ્રવક્તા અબ્દેલ રહેમાન શાહિને કહ્યુ કે સઉદી અરબથી ત્રણ દિવસ પહેલા પાછી ફરેલ સમહ અલ સૈયદ સલીમનુ આજે મૃત્યુ થઈ ગયુ. તેઓ હૃદય અને રક્તની બીમારીથી પણ પીડિત હતી જેના કારણે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ.

ગયા અઠવાડિયે લેબનાનના શિયા વિદ્વાન મોહમ્મદ હુસૈન ફદલલ્લાએ કહ્યુ હતુ કે જે મુસલમાનોને હજ યાત્રા દરમિયાન સ્વાઈન ફ્લૂને લઈને ચિંતા હોય તેઓ આ વર્ષ હજથી દૂર રહી શકે છે.

અરબ દેશોમા સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે અને સઉદી અરબમાં આના સર્વાધિક કેસ સામે આવ્યા છે.