ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડની ધરપકડ

પાકિસ્તાની સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચલાવેલા અભિયાનમાં લશ્કરે તોયબાનાં વરિષ્ઠ કમાન્ડર અને મુંબઈ પર ફીદાયીન હુમલામાં સામેલ મુખ્ય ષડયંત્રકર્તા જાકી ઉર રહેમાન લખવીની ધરપકડ કરી લીધી છે.

એક અખબારનાં જણાવ્યા મુજબ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેનાએ કોમ્બીંગ ઓપરેશન દરમિયાન રવિવાર લખવી ઉપરાંત લશ્કર સાથે સંકળાયેલા 20 થી વધુ આતંકવાદીઓને પણ પકડવામાં આવ્યા હતાં.

પાક. અધિકૃત કાશ્મીરથી 15 કિલોમીટર દૂર આવેલા શવાઈ નુલ્લાહ ગામમાં સેનાએ કરેલી કાર્યવાહીમાં લશ્કરે તોયબાનાં પરિસર અને એક મદ્રેસાની ઘેરાબંદી કરી લીધી છે. આ અંગે સેનાએ સોમવારે મોડીરાત્રે જાણકારી આપી હતી.