બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

મુશર્રફ પાકિસ્તાનમાં જ રહેશે

મુશર્રફનો બંગલો તૈયાર

રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યા બાદ મુશર્રફ પાકિસ્તાન છોડી દે તેવી શક્યતા હતી. પણ મુશર્રફે કહ્યું છે કે તે પાકિસ્તાનમાં જ રહેશે. અને, પાકિસ્તાનમાં જ તેમનું મકાન બની રહ્યું છે. જે આગામી થોડાક સમયમાં તૈયાર થઈ જશે.

પોતાના રાજનૈતિક દુશ્મનો માટે ખતરનાક ગણાતાં મુશર્રફ ઈસ્લામી આતંકવાદીઓનાં નિશાના પર છે. તાલીબાન આતંકવાદીઓ પશ્ચિમી દેશો સાથે પાકિસ્તાનનાં જોડાણને લઈને તેમને નફરત કરે છે. તેમની ઉપર ઘણીવાર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. પણ તે દરેક વખતે બચી ગયા છે.

મુશર્રફનો નવો બંગલો પાંચ એકર વિસ્તારમાં બની રહ્યો છે. આ આલીશાન બંગલાની સુરક્ષા માટે તેની ફરતે ફક્ત 1.8 મીટર ઉંચી દિવાલ બનાવવામાં આવી છે. જ્યારે આર્કિટેક્ટે મુશર્રફને દિવાલની ઉંચાઈ વધારવા જણાવ્યું ત્યારે મુશર્રફે જ કહ્યું કે સુરક્ષા ઓછી હોય તો તેમને ગમશે. તેમનાં મકાનમાં મોરક્કો, જાપાની અને તુર્કી શૈલીનો પ્રભાવ છે. તેમજ મુશર્રફ તેમનાં મકાનને કિલ્લો રૂપે જોવા માંગતાં નથી.