શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 25 મે 2012 (16:01 IST)

મુશર્રફ મારી માતા બેનઝીરની હત્યાના જવાબદાર - બિલાવલ ભુટ્ટો

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પોતાની માતા અને પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીરની હત્યાના જવાબદાર ઠેરવ્યા છે.
P.R

બિલાવલે સ્પષ્ટર કહ્યું છે કે, “મુશર્રફે જ મારી માતાની બેનઝીરની હત્યા કરાવી છે.” પોતાની માતાની હત્યા બદલ તે મુશર્રફને જ જવાબદાર માને છે. તેમણે કહ્યું કે, “મુશર્રફને પહેલાંથી ખતરાની જાણકારી હતી અને એટલે તેઓએ આ હત્યા કરાવી છે.” મુશર્રફને અગાઉ પણ બેનઝીરને ધમકી આપતાં કહ્યું હતું કે, “તમારી સુરક્ષાનો સીધો સંબંધ આપણા સંબંધો અને આપણી વચ્ચેના સહયોગ સાથે છે.”

હાલમાં અમેરિકાના પ્રવાસે આવેલા બિલાવલે કહ્યું કે, “જ્યારે મુશર્રફે કટોકટી લાગુ કરી હતી ત્યારે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે તેઓ અમારી આંખો પર પડદો નાખી રહ્યા છે અને તેઓ પાકિસ્તાનમાં લોકતંત્ર જરાપણ ઇચ્છતા નહોતા. મારી માતાએ તેમની સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરતાં જ તેમણે મારી માની સુરક્ષા ઘટાડી દીધી હતી.”

બિલાવલે એ પણ કહ્યું કે, “મને પૂરો વિશ્વાસ છે કે પાકિસ્તાન સરકાર મને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડશે. અગાઉની સરકારે મારી માતાની સુરક્ષાની સાથે છેડછાડ કરી હતી તેવું કામ આ સરકાર નહીં કરે.”