શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

મેક્સિકો સ્વાઇન ફ્લુના સકંજામાં

સ્વાઇન ફ્લુના 540 નવા કેસ

N.D

મેક્સિકોમાં સ્વાઇન ફ્લુના અંદાજે 540 જેટલા નવા કેસ સામે આવ્યા છે. આની સાથે દેશમાં સ્વાઇન ફ્લુથી પીડિત લોકોની સંખ્યા વધીને 7624 પહોંચી છે ત્યારે આ મહારોગથી અત્યાર સુધીમાં 113 લોકોના મોત થઇ ચુક્યા છે. જોકે મોતનો આંકડો કાબુમાં રાખવામાં તંત્ર કેટલેક અંશે સફળ રહ્યું છે. પરંતુ આ રોગના નવા કેસ દિવસે દિવસે વધુને વધુ બહાર આવી રહ્યા છે જે એક ગંભીર બાબત છે.

સ્વાઇન ફ્લુના કારણે મેક્સિકોની અર્થ વ્યવસ્થા પણ પ્રભાવિત થઇ છે. કેટલાય પર્યટકો પરત ચાલતા થઇ ગયા છે જેને લીધે વ્યાપાર ઉપર પણ ભારે અસર પડી છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં સ્વાઇન ફ્લુના અંદાજે 540 જેટલા નવા કેસ સામે આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર દુનિયાભરમાં અત્યાર સુધીમાં 89 દેશોમાં સ્વાઇન ફ્લુના અંદાજે 40 હજાર કેસ સામે આવ્યા છે જ્યારે 167 લોકોના મોત થઇ ચુક્યા છે.