બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (09:50 IST)

મેડમ તુષાદની ગેલેરીમાં સચિન

મેડમ તુષાદ સંગ્રહાલયમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનું મીણનું પુતળું એપ્રિલમાં લગાવવામાં આવશે. લંડનનાં પ્રસિધ્ધ પર્યટન કેન્દ્રમાં કોઈ ભારતીય ખેલાડીનું પ્રથમવાર પુતળું લાગી રહ્યું છે.

સચિનની પ્રતિમા અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, સલમાનખાન, પુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને પી વી નરસિમ્હારાવની સાથે લગાવવામાં આવશે.

સંગ્રહાલયનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર સચિન તેન્ડુલકર પ્રથમ ભારતીય ખેલાડી છે. જેની પુતળુ સંગ્રહાલયમાં મુકવામાં આવશે. આ ઉપરાંત બ્રાયન લારા અને શેન વોર્નનું પુતળુ પણ લગાવવામાં આવ્યુ છે.