બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2013 (10:33 IST)

મોદી ટાઈમના 'પર્સન ઓફ ધ ઈયર' બની શકે છે

ગુજરાત સમાચાર

પ્રધાનમંત્રી પદ માટે ભાજપાના ઉમેદવાર નરેન્દ્ર મોદીનુ નામ ટાઈમ પત્રિકાના પર્સન ઓફ ધ ઈયર ઉપાધિ માટે 42 નેતાઓની યાદીમાં જોડાયુ છે. ટાઈમ પત્રિકાએ આખી દુનિયામાંથી પોતાની આ ઉપાધિ માટે 42 નેતાઓ, ઉદ્યમિઓ અને સેલિબ્રિટીને પસંદ કરી છે અને તેઓ તેના વિજેતાની જાહેરાત આવતા મહિને કરશે.
P.R

આ ઉપાદિ માટેની દોડમાં ટાઈમ પત્રિકા દ્વારા સામેલ કરવામાં આવેલ અન્ય ઉમેદવારોમાં જાપાનના પ્રધાનમંત્રી શિજો એબે, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પાકિસ્તાનની કિશોરી કાર્યકર્તા મલાલા યુસૂફજઈ, અમેજનના સીઈઓ જૈફ બિઝોસ અને એનએસએ વ્હિસ્લ બ્લોઅર એડવર્ડ સ્નોડેન છે. પત્રિકાએ બ્રિટિશ તખ્ત માટે રાજકુમારે પ્રિંસ જોર્જને પણ શામિલ કર્યા છે.

મોદીના વિશે ટાઈમમાં કહેવામાં આવ્યુ છે કે વિવાદસ્પદ હિન્દુ રાષ્ટ્રવાદી અને ભારતીય રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી ભારતની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે શક્યત ઉમેદવાર છે. આ યાદીમાં જોડાયેલા મોદી એકમાત્ર ભારતીય છે.

પર્સન ઓફ ધ ઈયરની ચૂંટણી જો કે ટાઈમના સંપાદકો દ્વારા કરવામાં આવશે. પણ તેમા પાઠકો તરફથી પણ તેમના મત આપવાનુ કહેવામાં આવ્યુ છે કે તેઓ આ વર્ષની ચર્ચાઓમાં સૌથી વધુ છવાયેલા રહેનાર વ્યક્તિને પસંદ કરે ભલે પછી તેમની લોકપ્રિયતા સારી રહી હોય કે ખરાબ.


અત્યાર સુધી મોદીને 2650 મત મળ્યા છે અને લગભગ 25 ટકા મતોની સાથે તેઓ ઓનલાઈન રીડર પોલમાં આગળ ચાલી રહ્યા છે. મોદી સ્નોડેનથી ખૂબ આગળ છે. જેમને 20 નવેમ્બર સુધી લગભગ સાત ટકા મત મળ્યા છે અને તેઓ બીજા નંબર પર છે.

બે વખત આ ઉપાધિ માટે પસંદ કરવામાં આવી ચુકેલા ઓબામાને અમેરિકી પત્રિકાએ એવુ કહીને યાદીમાં લીધા છે કે રાષ્ટ્રપતિનુ બીજુ કાર્યકાળ તેમના દ્વારા જાતે જ ઉભી કરવામાં આવેલ મુશ્કેલીઓ અને અધૂરા વચનોની સાથે શરૂ થયો છે. સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર અસદ પણ દાવેદારોમાં જોડાયા છે.

અન્ય ઉમેદવારોમાં ન્યૂજર્સીના ગર્વનર ક્રિસ ક્રિસ્ટી, ટ્વિટરના સીઈઓ ડિંક કોસ્ટોલો, જેપી મોર્ગન ચેસના સીઈઓ, જૈમી ડિમોન, પોપ ફ્રાંસિસ અને ઓસ્કર વિજેતા એંજિલિના જોલીનો સમાવેશ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખ ક્રિસ્ટીન લાગાર્દ, યાહૂના સીઈઓ મારિસા મેયર, જર્મનીની ફરીથી ચૂંટાયેલ ચાંસલર એંજેલા મર્કલ, રૂસી રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનના નામોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈસાઈલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહ, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આ યાદીમાં લીધા છે. બોસ્ટન મૈરાથન આતંકવાદી બોમ્બ વિસ્ફોટના શંકાસ્પદ ચેચેન ભાઈયો દજોખાર અને તમરલેન તસારન્યાયેવના નામોનો પણ ટાઈમે પોતાની યાદીમાં સમાવેશ કર્યો છે.