મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 28 ઑક્ટોબર 2013 (10:59 IST)

મોદી પ્રભાવશાળી નેતૃત્વ નથી આપી શકતા - ન્યૂયોર્ક ટાઈમ્સ

P.R


અમેરિકી છાપા ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યુ છે કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના પીએમ બને તો પ્રભાવશાળી રીતે દેશને સાચવી નથી શકતા. કારણ કે કેટલીક પાર્ટીઓ તેમને પસંદ નથી કરતી. છાપાનું કહેવુ છે કે નરેન્દ્ર મોદી જો લોકોમાં ભય અને વિદ્વેષને પ્રોત્સાહન આપે છે તો તેઓ ભારતને પ્રભાવશાળી નેતૃત્વ નથી આપી શકતા.

ન્યૂયોર્ક ટાઈમ્સના સંપાદકીયમાં લખાયુ છે કે મોદીએ અત્યાર સુધી વિપક્ષની સાથે મળીને કામ કરવા અને અસહમતિને સહન કરવાની કાબેલિયત બતાવી છે. મોદીને કારણ જેડીયૂએ 17 વર્ષ જૂની મૈત્રી તોડી નાખી. જેડીયૂ જેવી મહત્વપૂર્ણ ક્ષેત્રીય પાર્ટીએ પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં મોદીને સ્વીકાર કર્યા નહી.

છાપામાં ગુજરાતમાં વર્ષ 2002માં થયેલ સાંપ્રદાયિક રમખાણોનો ઉલ્લેખ કરીને લખ્યુ છે કે ભારત અનેક ધર્મોને માનનારો દેશ છે. મોદી જો લોકોમાં ભય અને વિદ્વેષને જાગૃત કરે છે તો પ્રભાવી નેતૃત્વ નથી કરી શકતા. આ સંપાદકીયમાં ગુજરાતના વિકાસના દાવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ગુજરાતમાં રહેતા મુસલમાન ભારતના બાકીના જગ્યાએ રહેતા મુસલમાન કરતા વધુ ગરીબ છે.