ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 1 એપ્રિલ 2014 (15:37 IST)

મોદીની મુલાકાત લેનાર અમેરિકી રાજદૂત નેંસી પોવેલનું રાજીનામુ

P.R
મોદીની મુલાકાત લેનાર અમેરિકા ના રાજદૂત નેંન્સી પોવેલે રાજીનામુ આપી દીધું છે હજુ થોડા સમય પહેલાં જ ગુજરાત ના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ની મુલાકાત લેનારા નેંસી પોવેલે આન અચાનક રાજીનામું ધરી દેતા અનેક અટકલો વહેતી થઈ હતી મીડીયામાં એવા ન્યુઝ પણ આવેલાં કે નેંસી ટુંક સમય માં પાછા બોલાવી લેવામાં આવશે .

અમેરિકાના દુતાવાસે તેમની વેબસાઇટ પર ઘોષણા કરતાં જણાવ્યુ હતું કે ભારતના અમેરિકા ન રાજદુત નેંસી પોવેલે 31 માર્ચ ના રોજ અમેરિકા ના મિશન ટાઉન હોલની એક મીટીંગ માં ઘોષણા કરતા કહ્યુ છે કે તેમેણે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ બરાક ઓબામા ને આપી દીધું છે.

નેંસી આમ તો મે મહિનાના અંત માં રિટાયર્ડ થવાના હતા અને તે પછી તેમના વતન ડેલવેયર જવાના હતા નેંસી પોતાની 37 વર્ષ ની કરિયર દરમ્યાન યુગાંડા ધાના પાકિસ્તાન નેપાલ અને ભારતમાં રાજદુત તરીકે કામ કર્યુ છે.

નેંસી ના રાજીનામાં પછી જાતજાની અટકલો વહેતી થઇ હતી જો કે નેંસી ના રાજીનામાં નુ સાચું કારણ આપ્યું નહોતુ અમેરિકા ના વહીવટી તંત્રે પણ ખુલાસો કરતા કહ્યુ કે નેંસી સાથે સરકાર ના કોઈ મતભેદો નથી તેમની 37 વર્ષના ગૌરવ પુર્ણ કેરિયરનો આજે અંત આવ્યો