શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2012 (14:27 IST)

યુએસ સિટી કાઉન્સિલમાં ગુજરાત રમખાણોની નિંદા કરતો એક પ્રસ્તાવ

P.R
અમેરિકાના ઇલિનોયસ પ્રાંતની હાર્વે સિટી કાઉન્સિલે વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણોની નિંદા કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં પીડિતોને ન્યાય ન મળવા મામલે ચિંતા વ્યકત કરવામાં આવી છે. સિટી કાઉન્સિલ તરફથી આ સપ્તાહે પસાર કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં 27 ફેબ્રુઆરી 2002ના ગોધરાકાંડમાં માર્યા ગયેલા લોકો સાથે રમખાણ પીડિતો સાથે એકજૂટતા પ્રગટ કરવામાં આવી.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે" હાર્વે સિટિ કાઉન્સિલ 2002ના ગુજરાત રમખાણોની નિંદા કરે છે, કારણકે તે માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત રાખવાની જવાબદારી સંભાળનારા તંત્રની નિષ્ફળતા હતી. તેમાં એ મામલે ચિંતા વ્યકત કરવામાં આવી કે દુનિયાભરમાં નિંદા થવા છતા રમખાણ પીડિતોને ન્યાય નથી મળી રહ્યો.

પ્રસ્તાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે ખુબજ ઓછી ધરપકડ કરવામાં આવી છે, અને એટલે સુધી કે મોટાપાયે લોકોની હત્યા દરમ્યાન અને તે બાદ દાખલ થયેલા કેસોમાં બહુ ઓછા લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે