ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

યુએસનાં 11 રાજ્યોમાં સ્વાઈન ફ્લુ

મહાભયાનક બિમારી સ્વાઈન ફ્લુએ અમેરિકામાં તેનો પ્રથમ ભોગ લીધો છે. મેક્સિકોમાં આ બિમારીથી 180થી વધુ લોકોનાં મોત થયા છે. તો ભારત પણ પોતાના 9 ઈન્ટરનેશનન એરપોર્ટ પર વિદેશથી આવતાં લોકોનાં ચેકીંગ માટે ખાસ કાઉન્ટર ખોલ્યાં છે.

અમેરિકામાં સ્વાઈન ફ્લુ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. હાલ 11 રાજ્યોમાં તેના દર્દીઓ જોવા મળી રહ્યા છે. તો 6 રાજ્યોમાં 91 કેસ નોંધાયા છે. જેમાં ન્યુયોર્કમાં 52, કેલીફોર્નીરિયામાં 12, ટેક્સસામાં 16, કેન્સાસમાં 3, મેસેચ્યુસેટ્સમાં 2, મીશીગનમાં 2 તેમજ ઈન્ડીયાના-ઓહીઓ-એરોઝોના અને નેવાડામાં એક-એક કેસ નોંધાયા છે.

ન્યુયોર્કની કેટલીક શાળાઓમાં કેટલાંક વિદ્યાર્થીઓમાં સ્વાઈન ફ્લુ જોવા મળ્યો હતો. તેને કારણે કેટલાંક વિદ્યાર્થીઓ માંદા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો હ્યુસ્ટનમાં એક દોઢ વર્ષનાં બાળકનું સ્વાઈનથી મોત થયું હતું.

આ રોગની પ્રતિકારક રસી શોધાઈ નથી. તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે આગામી બે મહિનામાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. તેમજ એક કરોડ લોકો માટે માસ્ક, એન્ટી ફ્લુ મેડીકેશન, હોસ્પીટલ સપ્લાઈ, ફ્લુ ટેસ્ટ કીટ્સનું ઉત્પાદન શરૂ થશે. તો ઓબામા સરકારે આ રોગનાં નિદાન માટે તાત્કાલિક રીતે દોઢ અબજ ડોલર માંગ્યા છે.

તો ભારતે પણ પોતાના 9 ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકીંગ મજબૂત બનાવ્યું છે. જેમાં વિદેશથી આવનાર દરેક નાગરિકનું મેડીકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.