ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મોસ્કો , મંગળવાર, 8 સપ્ટેમ્બર 2009 (10:11 IST)

રશિયન પુસ્તક મેળામાં ભારતીય સાહિત્ય

અહીં આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં રશિયન લોકોએ બહુભાષી ભારતીય સાહિત્યનો ફાયદો ઉઠાવ્યો જેમાં ભારત સમ્માનિત અતિથિનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેમાં ગુલઝાર તથા કે. સચ્ચિદાનંદન જેવા જાણીતા લેખકોએ ભાગ લીધો.

મેળામાં એક હજાર વર્ગ મીટરમાં વિશેષ રૂપે ભારત મંડપ બનાવામાં આવ્યો હતો. એક સપ્તાહ સુધી ચાલેલા આ મેળામાં અંગ્રેજી સહિત 21 ભારતીય ભાષાઓના પુસ્તકોને શામેલ કરવામાં આવ્યાં અને શાસ્ત્રીય તથા લોક કલાકારોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કરવાનું કામ કર્યું.

રશિયામાં ભારત વર્ષ તથા સંયુક્ત ભારત રશિયન આયોજનના ભાગના રૂપમાં 22 માં મૉસ્કો આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારત ‘ગેસ્ટ ઑફ ઑનર’ તરીકે શામેલ થયું. મેળાના આયોજન સમયે જ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ રશિયન યાત્રા પર આવી.

રશિયન પાઠકો અને બુદ્ધિજીવીઓને ભારતના ગુલઝાર , અશોક વાજપેયી કે. સચ્ચિદાનંદન નવનીત દેવ સેન અને શાહજાહાં જેવા જાણીતા લેખકો સાથે વાતચીતનો મૌકો મળ્યો જે 24 સદસ્યીય ભારતીય લેખક પ્રતિનિધિમંડલના સભ્ય હતાં.