શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , શનિવાર, 26 એપ્રિલ 2008 (10:22 IST)

રાકફેલર હાવર્ડ વિશ્વવિદ્યાલયને દસ કરોડ ડોલર

ન્યૂયોર્ક. સેવાનિવૃત્તિ બેંકકર્મચારી અને લોકોપકારી ડેવિડ રાકલેફરે હાવર્ડ વિશ્વવિદ્યાલયને દસ કરોડ અમેરીકી ડૉલરનું દાન આપવાનો વાયદો કર્યો છે. વિશ્વવિદ્યાલય અનુસાર સ્કૂલના ઈતિહાસમાં કોઈ પણ પૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી આ સૌથી રકમ છે.

વિશ્વવિદ્યાલય દ્વારા રજુ કરાયેલા વક્તવ્યમાં કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અનુભવો અને કળામાં ભાગીદારીના માધ્યમથી હાવર્ડના સ્નાતકો માટે શીખવાની તકો વધારવા માટે રાકફેલર દ્વારા આ દાન કરવામાં આવી રહ્યું છે.

રાકફેલરે જણાવ્યું કે હાવર્ડમાં રહીને દુનિયાને જોવાની મારી નજર વિકસીત થઈ છે જે જીવનપર્યત મારી સાથે રહેશે. અહીંયા આવીને મે પહેલી વખત ઈતિહાસ વાંચ્યો.

હાવર્ડ વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ ફાસ્ટે રાકફેલરને તેમના આ દાન માટે ધન્યવાદ કર્યાં.