ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ક્રાફોર્ડ , રવિવાર, 11 નવેમ્બર 2007 (11:40 IST)

રાજનાયિક સમાધાનના પ્રાયાસો ચાલુ-બુશ

ક્રાફોર્ડ (વાર્તા) અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ અને જર્મન ચાંસલર એંજેલા મર્કેલે શનિવારે એક સંયુક્ત પ્રેસ કોંફરેંસમાં જણાવ્યું હતું કે ઈરાન પરમાણું કાર્યક્રમના મુદ્દાનું રાજનાયિક સમાધાન કાઢવા માંગે છે.

બુશે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગી આ સમસ્યાનું રાજનાયિક રીતે સમાધાન કરવાનો પ્રયાસ કરતાં રહેશે.

જર્મન ચાંસલર એંજેલા મર્કેલે બુશની વાતનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે જો ઈરાનની સાથે વિચાર-વિમર્શ બાદ કોઇ હળ નિકળવાના સંકેત નથી મળતો તો અમને સંભવિત પ્રતિબંધ વિશે વિચારવાની જરૂરત હશે.

બુશે જણાવ્યું હતું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમરજંસી પર અમેરીકાના દ્રષ્ટિકોણથી જાણીતા છે. તેઓએ જણાવ્યું હતું કે જનરલ મુશરફે સૈન્ય વર્દી ઉતારવાની અને ચુંટણી કરવાની ઘોષણા પણ કરી રાખેલી છે કે જે એક સકારાત્મક પગલું છે.