ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 19 જૂન 2009 (21:46 IST)

લેસ્ટર શહેરમાં ગાંધીજીની પ્રતિમા

બ્રિટનના લેસ્ટર શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તેમજ ૨૬મી જૂને પ્રતિમાનું સમારંભ દ્વારા ઉદઘાટન કરી ખુલ્લુ મુકાશે.

લેસ્ટરના સ્થાનિક સમુદાયના એક વિભાગ દ્વારા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો જોકે તેના ઉપરવટ થઈને ગયા વર્ષે સિટી કાઉન્સિલે ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાની સ્થાનિક ચેરિટી સંગઠન પરિવારની અરજીને મંજૂરી આપી દીધી હતી.

જોકે ઇસ્ટ મિડલેન્ડ શહેર લેસ્ટરમાં ભારતીય મૂળના લોકોની વસ્તી વધારે સંખ્યામાં છે.અને તેમના દ્વારા કરવામાં આવેલી માંગને સિટી કાઉંસિલ દ્વારા માન્ય ગણવામાં આવતા ગાંધીજીની પ્રતિમાને હવે અત્રે સત્તાવાર રીતે સ્થાપિત કરવામાં આવશે.