ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: એથેન્સ , શનિવાર, 21 માર્ચ 2009 (09:21 IST)

વધુ એક જહાજનું કરાયું અપહરણ

એડનની ખાડીમાં સોમાલીયના ચાંચીયાઓએ ગ્રીક કાર્ગો જહાજનું અપહરણ કરી લીધુ હોવાના અહેવાલ છે. ગ્રીક મર્ચન્ટ મરીન મંત્રાલયના જણાવ્યા મુજબ સેન્ટ વિન્સટના નેજા હેઠળના ટાઇટન જહાજ હાલ સોમાલીયાના ચાંચીયાઓના નિયંત્રણ હેઠળ છે.

જહાજ કાળા રાજહદથી કોરિયા તરફ જઇ રહ્યુ હતુ ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. જહાજ પર સવાર ક્રુના 24 સભ્યોને પણ ચાંચીયાઓએ બંધક બનાવી દીધા છે.

અત્રે એ ઊલ્લેખનીય છે કે ગત વર્ષ ચાંચીયાઓએ અંદાજે 130 જહાજો પર હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બ્યુરોના જણાવ્યા મુજબ 2007 બાદ આવા બનાવોમાં 200 ટકાનો વધારો થયો છે. સોમાલીયામાં 1991માં રાષ્ટપતિ મહંમદ સીયાદ શાસન બાદ અરાજકતાનો જ માહોલ છવાયેલો રહ્યો છે.