શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોપનહેગન , મંગળવાર, 15 ડિસેમ્બર 2009 (09:02 IST)

વિકાસશીલ દેશોનું વોકઆઉટ

જળવાયુ પરિવર્તન મુદ્દે ચાલી રહેલું સમ્મેલન અધ્ધર તાલ

જળવાયુ પરિવર્તન પર અહીં ચાલી રહેલા સમ્મેલન અધ્ધર તાલ પડતું નજરે ચડી રહ્યું છે. ભારત અને અન્ય વિકાસશીલ દેશોએ સોમવારે એ વિરોધ સાથે મહત્વપૂર્ણ વાતચીતથી વોકઆઉટ કરી દીધુ કે, ધનિક દેશ ગ્લોબલ વાર્મિગ સામે લડવા માટે જવાબદારીઓ ઉપાડવાથી કતરાઈ રહ્યાં છે.

ત્યાર બાદ વાતચીત સ્થગિત કરી દેવી પડી. એ બાદમાં ત્યારે જ શરૂ થઈ શકી જ્યારે ભારત, બ્રાઝીલ, ચીન અને દક્ષિણ આફ્રીકા(બેસિક સમૂહ) ને સમ્મેલનના અધ્યક્ષથી આશ્વાસન ન મળ્યું કે, સમ્મેલનની કાર્યવાહી વગર કોઈ 'અચરજ' પૂરી પારદર્શી રીતે થશે.

પર્યાવરણ મંત્રી જયરામ રમેશે સમજૂતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ક્યોટો સંધિને તેની યોગ્યતા અનુસાર મહત્વ આપવામાં આવી રહ્યું નથી. આ સમજૂતિમાં ધનિક દેશોને કહેવામાં આવ્યું છે કે, તે પોતાના કાર્બન ઉત્સર્જનમાં કપાત વર્ષ 2012 બાદ કરશે. સપ્તાહાંતના અવકાશ બાદ શરૂ થયેલી વાતચીત દરમિયાન જી-77 સમર્થિત આફ્રીકી અને બેસિક સમૂહના દેશ એટલા માટે ભડકી ગયા ઉઠ્યાં કારણ કે, સમ્મેલનમાં ક્યોટો સંધિના સમર્થનને કમજોર કરવામાં આવી રહ્યું છે.