ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: જેનેવા , સોમવાર, 31 ઑગસ્ટ 2009 (09:30 IST)

વિશ્વભરમાં સ્વાઈન ફ્લૂનો મૃતાંક 2100 થી ઉપર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, દુનિયાભરમાં એચવનએનવન ફ્લૂથી મરનારા લોકોની સંખ્યા વધીને 2100 ને પાર કરી ચૂકી છે. સંગઠને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ફ્લૂના વાયરસે સૌથી વધુ અમેરિકી મહાદ્રિપમાં આતંક મચાવ્યો છે. અહીં અત્યાર સુધીમાં કુલ 1876 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં છે.

દક્ષિણ પૂર્વ એશિયામાં 139 અને યૂરોપમાં ઓછામાં ઓછા 85 લોકો આ વાયરસને પગલે મૃત્યુ પામ્યાં છે. આ ઉપરાંત પશ્વિમ પ્રશાંત ક્ષેત્રમાં 64, આફ્રીકામાં 11 અને પૂર્વ મેડિટેરેનિયનમાં પણ 10 લોકો ફ્લૂના કારણે પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યાં છે.

દુનિયાભરમાં કુલ બે લાખ નવ હજાર ચાર સો અડતાલીસ લોકો આ વાયરસની અડફેટે આવી ચૂક્યાં છે. ડબ્લ્યૂએચઓએ ચેતાવણી આપી છે કે, આ વાયરસે પૂરી દુનિયાને પોતાની અડફેટે લઈ લીધી છે જેને ધ્યાનમાં રાખતા તેનાથી બચવાના દરેક જરૂરી પગલાઓ હાથ ધરવા જોઈએ.