ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2013 (15:22 IST)

વ્હાઈટ હાઉસમાં ધમાકો, ઓબામા ઘાયલ..

:
P.R
અમેરિકામાં અમેરિકી રાષ્ટ્રપતિના રહેઠાણ વ્હાઈટ હાઉસ પર હુમલો અને બરાક ઓબામાના ઘાયલ થવાની અફવાઓથી ભયંકર હડકંપ મચ્યો છે. જેની શરૂઆત એક ખોટા ટ્વીટથી થઈ અને માત્ર થોડાક જ મિનિટોમાં દોડધામ મચી ગઈ.

એક સમાચાર એજન્સી એસોસીએટેડ પ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરીને તેમાં વ્હાઈટ હાઉસમાં વિસ્ફોટના સમાચાર મૂકી દીધા હતા. ટ્વિટમાં કહેવાયું હતું કે વ્હાઈટ હાઉસમાં બે બોંબ વિસ્ફોટ થયા છે. જેમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ ઘાયલ થયા છે. આ પોસ્ટ થવાની સાથે જ આ ટ્વિટ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેડિંગ ટોપિકમાં આવ્યું હતું. જો કે આ ઘટના સામે આવતા જ એપી અને વ્હાઈટ હાઉસે તરત જ આ બાબતનું ખંડન કર્યુ હતું. એપીના પ્રવક્તાએ આ ટ્વિટ બનાવટી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ એપીએ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ પણ કરી દીધું હતું.

સમાચાર એજન્સીનું ટ્વિટ હોવાથી તેના પર લોકોએ ઝડપથી વિશ્વાસ મૂક્યો હતો. આ બનાવટી ટ્વિટના કારણે થોડા સમયમાં અમેરિકન બજારોમાં શેરોની કિંમતોમાં ઘટાડો નોંધાવા લાગ્યો હતો.

આ ઘટના અંગે એફબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ટ્વિટ અંગે સીરિયન ઈલેક્ટ્રોનિક આર્મીએ જવાબદારી લઈ એપીનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાનું જણાવ્યું છે.