ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

શાકાહારી હતું મનમોહનસિંહનું રાત્રિભોજન

ઓબામા પ્રશાસનના પ્રથમ રાજકીય અતિથિ સંતુલિત શાકાહાર લેનારા વડાપ્રધાન મનમોહન સિંહના સમ્માનમાં આપવામાં આવેલું રાત્રિભોજન ઝીંગા માછલીથી બનેલા એક વ્યંજન સિવાય પૂરી રીતે શાકાહારી હતું.

આ રાત્રિભોજનમાં કેટલાક સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરવા માટે વ્હાઈટ હાઉસના કિચન ગાર્ડનમાં ઉગાડવામાં આવેલી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

મુખ્ય રસોઈયા તરીકે દેશનાં શ્રેષ્ઠ રસોઈયામાંથી એક ઈથિયોપિયામાં જન્મેલા માર્ક્સ સૈમુઅલસનની સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. મીડિયાના અનુસાર આ આયોજન ભારત-આફ્રીકા અને અમેરિકી પરંપરાઓનું મિશ્રણ હતું.

અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાની પૂરતી દેખરેખમાં રાત્રિભોજનના તમામ વ્યંજન તૈયાર કરવામાં આવ્યાં. ‘ફોર કોર્સ ડિનર’ માં ગ્રીન કરી પ્રાન એક માત્ર માંસાહારી વ્યંજન હતું.