શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2016 (15:24 IST)

સઉદી અરબ - ઈદ પહેલા મદીનામાં પૈગંબરની મસ્જિદ બહાર આત્મઘાતી હુમલો, 4ના મોત

તુર્કી, બાંગ્લાદેશ, ઇરાક બાદ હવે સાઉદી અરેબિયાના ત્રણ શહેરો ઉપર આત્મઘાતી હુમલો થયો છે. સાઉદી અરેબીયાના ત્રણ શહેરો ગઇકાલે આત્મઘાતી હુમલાથી ધણધણી ઉઠયા હતા. જેમાં 4  મોત થયાનુ બહાર આવ્યુ છે. 150થી વધુ લોકોને ઇજા પણ થઇ છે. હુમલાખોરોએ ઇસ્લામના બીજા સૌથી પવિત્ર શહેર મદીના સ્થિત પૈગંબર મસ્જીદના સુરક્ષા હેડ કવાટર, કતીફ શહેરની એક શિયા મસ્જીદ પાસે અને જીદ્દાહમાં અમેરિકી વાણીજય દુતાવાસ પાસે હુમલો કર્યો હતો. સ્થાનિક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે ખુદને પણ ઉડાવી દીધો હતો અને તે વખતે સુરક્ષા કર્મચારીઓ ઇફતાર કરી રહ્યા હતા. એવુ માનવામાં આવે છે ઇદ્દ ઉલ ફિતરના તહેવારને જોતા આ હુમલો કરવામાં આવ્યો છે. દેશમાં ઇસ્લામિક સ્ટેટ અગાઉ પણ ઘાતક હુમલો કરી ચુકયો છે.
 
   ઇસ્લામના પવિત્ર સ્થળોમાંથી એક મદીનામાં પૈગંબરની મસ્જીદ બહાર એક આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તે સ્થળે મોહમ્મદ સાહેબને દફનાવવામાં આવ્યા હતા. અલ અરબીયા ચેનલના અહેવાલમાં પાર્કીંગ સ્થળમાં લાગેલી આગને બતાડવામાં આવી હતી. જયાં મૃતદેહો પડેલા દેખાય છે. સાઉદી સરકારના ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે, એક આત્મઘાતી બોમ્બર પાકિસ્તાની હતો. અમેરિકાએ સાઉદી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાની હુમલાખોરનું નામ અબ્દુલ્લા ગુલજાર જણાવવામાં આવ્યુ છે.
   સાઉદી લોકલ મીડીયાના જણાવ્યા પ્રમાણે ત્રાસવાદીઓએ અલ કતીફ શહેરની અલ કદીહ ઇમામ અલી સિયા મસ્જીદમાં હુમલાખોરે ખુદને ઉડાવી દીધો હતો અને તેમાં 30ના મોત થયા હતા. આ વિસ્તાર શિયા મુસ્લિમોનો ગઢ છે. તે પછીની થોડી જ મીનીટો બાદ બીજો આત્મઘાતી હુમલો મદીના શહેરમાં પૈગંબર મોહમ્મદની મસ્જીદની બહાર થયો હતો. અહી સ્યુસાઇડ બોમ્બરે સિકયુરીટી પોસ્ટ પર ખુદને ફુંકી માર્યો હતો. ત્રીજો હુમલો જીદ્દાહમાં અમેરિકી દુતાવાસ પાસે થયો હતો અને જેમાં બે લોકોના મોત થયા છે. હુમલાખોર દર્દી બનીને દુતાવાસ પાસે મસ્જીદ તરફ જઇ રહ્યો હતો. તેને રોકવામાં આવતા તેણે ખુદને ઉડાવી દીધો હતો.
 
   મક્કા બાદ મદીના ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતી જગ્યા છે દર વર્ષે અહી દુનિયાભરમાંથી કરોડો શ્રધ્ધાળુઓ આવે છે. બ્લાસ્ટ વખતે મદીના મસ્જીદની બહાર મોજુદ એક વ્યકિત કહ્યુ હતુ કે, હુમલાખોરની ઉંમર 17 થી 18 વર્ષ હશે. હુમલાખોર ઇફતાર કરી રહેલા ગાર્ડ પાસે ગયો હતો અને તેમની પાસે ફળ માંગ્યા અને તેણે શરીર ઉપર લાગેલા બોંબને એકટીવેટ કર્યો અને ખુદને ઉડાવી દીધો હતો. જોરદાર ધડાકો થયો હતો. સાઉદી સરકારે આ હુમલા પાછળ આઇએસઆઇએસનો હાથ હોવાનું જણાવ્યુ છે.
   આ હુમલા બાદ અમેરિકી વાણીજય દુતાવાસને એલર્ટ કરી દેવાયુ છે. જીદ્દાહમાં અમેરિકી વાણીજય દુતાવાસ પાસે એક હુમલાખોરે કાર પાર્ક કરી અને જોરદાર ધડાકો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના કર્મચારીઓને બીજે ખસેડી લેવાયા છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.