મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 28 માર્ચ 2012 (06:49 IST)

સમુદ્રમાં લાગેલી આગ છ મહિને ઓલવાશે ?

P.R
સ્કોટલેન્ડના એલ્ગિનમાં રવિવારના રોજ શરૂ થયેલા ગેસ લિકેજ પર ઓઈલ કંપનીઓએ જણાવ્યું હતું કે લિકેજને સંપૂર્ણપણે બંધ કરવામાં ઓછામાં ઓછા છ મહિના લાગશે.

ઓઈલ કંપની, ટોટલના જણાવ્યા અનુસાર લિકેજ રોકવા માટે દરેક પ્રકારના ઉપાયો પર વિચાર કરાઈ રહ્યો છે.

કોસ્ટ ગાર્ડ્સે ગેસના કુવાની આસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારને ખાલી કરવાનો નિર્દેશ અપાયો છે.

અત્યારસુધી સાડા ત્રણસોથી વધુ કર્મચારીઓને અહીંથી કાઢવામાં આવ્યા છે.

ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારના તમામ કુવાઓને બંધ કરી દેવાયા છે પરંતુ ગેસ લિકેજ હજુપણ ચાલુ છે.