ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

સિડનીમાં ભારતીય રેસ્ટોરંટમાં આગ

સિડનીમાં એક ભારતીય રેસ્ટોરંટમાં આગ લાગી ગઈ જેના વિશે માનવામાં આવી રહ્યુ છે કે આ કોઈ વિસ્ફોટનુ પરિણામ હોઈ શકે છે. પોલીસ આ વિશે તપાસ કરી રહી છે કે શુ આ ઘટનાના તાર બોમ્બ વિસ્ફોટની ધમકી સાથે જોડાયેલા છે.

ગઈકાલે રાત્રે થયેલ આ ઘટનામાં રેસ્ટોરંટ આગની લપેટોથી ઘેરાય ગયુ. પોલીસને શંકા છે કે આગ જાણીજોઈને લગાડવામાં આવી. ઘટના સમયે રેસ્ટોરંટમાં હાજર ચાર લોકો બચી ગયા.

સિડની મોંર્નિંગ હેરાલ્ડના સમાચાર મુજબ ક્લીવલેંડ સ્ટ્રીટ ખાતે 'કોપર ટિફિન' નામના આ રેસ્ટોરંટને થોડા સમય પહેલા બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે તેણે રાત્રે 11 વાગીને 30 મિનિટ પછી બોમ્બ વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સાંભળ્યો. વિસ્ફોટને કારણે રોડ પર કાટમાળ અને બારીઓના કાંચ વિખરાયા હતા.

પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે ત્યારે મેં લગભગ ચારેક લોકોને બારીમાંથી બહાર કૂદતા જોયા, જેઓ ભાગ્યશાળી રહ્યા. ત્યાં હાજર લોકોએ પોલીસને જણાવ્યુ કે બિલ્ડિંગમાં જેવી આગ લાગી બે લોકો ઘટનાસ્થળ પરથી ભાગતા જોવા મળ્યા. એ પછી તરત જ વિસ્ફોટનો અવાજ સંભળાયો જેનાથી રેસ્ટોરંટનો આગળનો ભાગ ગાયબ થઈ ગયો.

પોલીસનુ કહેવુ છે કે આગ જાણીજોઈને લગાડવામાં આવી છે અને પોલીસ એ બે લોકોને શોધી રહી છે જેમને ઘટનાસ્થળ પરથી ભાગતા જોવામાં આવ્યા છે. વિસ્ફોટથી સંપત્તિનુ નુકશાન થયુ, પરંતુ રેસ્ટોરંટની ઉપર રહેતા ચાર લોકો બચી ગયા. જેમાંથી એક ધુમાડાના લપેટમાં આવી ગયો, જેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.