શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By

સુન્નત - એક દર્દનાક અને કૂર પ્રણાલી જેના વિશે વાંચીને તમારા હોશ ઉડી જશે

- બાળકીઓના જનનાંગની બહારના ભાગને કાપી દઈ કરાય છે સુન્નત
- આ ક્રૂર પ્રક્રિયા દરમિયાન જો કોઈ ગફલત થાય તો મોત પણ થઈ શકે છે
- સુન્નતને કારણે મહિલાઓને શારીરિક સંબંધ બાંધતી વખતે થાય છે પારાવાર વેદના
- સુન્નત બાદ મહિલાઓમાં કામોત્તેજના ઘટી જતી હોવાની માન્યતા
- આ પ્રક્રિયામાંથી પસાર થઈ ગયેલી મહિલાઓ લગ્નેત્તર સંબંધ નથી બાંધતી તેવું મનાય છે કેટલાક સમુદાયોમાં

પ્રતિષ્ઠિત ચેનલ બીબીસી પર તાજેતરમાં દર્શાવાયેલા એક અહેવાલ અનુસાર બ્રિટન અને ફ્રાંસમાં 20000 જેટલી યુવતીઓ સુન્નત કરાવવાને કારણે ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (એફજીએમ) એટલે કે જનનાંગોની વિકૃતિના ખતરામાંથી પસાર થઈ રહી છે પરંતુ બંને દેશોમાં તેને લઈને અધિકારીઓનું વલણ અલગ-અલગ રહ્યું છે.

બ્રિટનની આવી જ એક 23 વર્ષીય યુવતી સુન્નતને કારણે થયેલી આ તકલીફનો શિકાર છે. પોતાની બાળકી સાથે અહીં રાહત છાવણીમાં રહેતી આ મહિલા હવે અહીં આવી ખુશ છે. તે કહે છે કે અહીં મારે પતિ સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે થતું અસહ્ય દર્દ સહન નથી કરવું પડતું. તે દર્દ બાળક પેદા કરવા કરતા પણ વધુ દર્દનાક હતું.

અયાના નામની આ મહિલાએ પોતાની દીકરીને પણ આ ખતરાથી બચાવવા રાજનીતિક શરણ લીધી હતી અને હવે તે એવા વિસ્તારમાં રહે છે જ્યાં સરકારે શરણાર્થીઓ માટે ફ્લેટની સુવિધા ઉપલબ્ધ કરી છે. અગાઉ ગ્લાસ્ગોમાં રહેતી અયાનાએ જણાવ્યું હતું કે તેના મહોલ્લામાં બે બાળકીઓ રહેતી હતી એક ત્રણ વર્ષની જ્યારે બીજી બે સપ્તાહની. આ બંને બાળકીઓની મહોલ્લાની ઉંમરલાયક સ્ત્રીઓએ સુન્નત કરી હતી.

મહિલાઓની સુન્નતમાં તેમના જનનાંગોના ક્લિટોરિસ નામના હિસ્સાને કાપી નાખવામાં આવે છે. જો બર્બરતાપૂર્વક આ પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવે તો, મહિલાઓના જનનાંગની બહાર રહેનારા તમામ હિસ્સાને કાપી નાખવામાં આવે છે અને માત્ર મૂત્રત્યાગ અને રજોસ્રાવ માટે નાનું દ્વાર છોડી દેવાય છે. સુન્નતની આ જટિલ પ્રક્રિયાથી મોત પણ થઈ શકે છે અને સંભોગ તથા બાળકો પેદા કરવામાં ખુબ જ દર્દ થાય છે.

યુકે અને ફ્રાંસમાં આફ્રિકા અને મધ્ય-પૂર્વના અનેક હિસ્સા તથા ત્યાંથી આવતા ઈમિગ્રેટ્સ વચ્ચે આ પ્રથા હજુય ચાલુ છે. કેટલાક લોકો માને છે કે મહિલાની પૂર્ણતા માટે તેની સુન્નત થવી જરૂરી છે. એવી પણ માન્યતા છે કે તેનાથી મહિલાઓની જાતિય ઈચ્છા ઘટે છે અને તેના વિવાહેત્તર સંબંધ બનાવવાની સંભાવના ઓછી થઈ જાય છે. ગ્લાસગોમાં હાલમાંય એવી સોમાલિયન મહિલાઓ વસે છે જેમની સુન્નત થયેલી છે.

ગ્લાસગોથી 800 કિમી દુર બ્રિસ્ટલમાં કેટલીક વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર સુન્નત એક આયોજનની માફક હોય છે. 17 વર્ષીય અમીનાના જણાવ્યા અનુસાર તે એક સમૂહમાં સુન્નત કરે છે, કદાચ તે સસ્તું પડતું હશે.. પહેલા તો છોકરીઓ ખુબ જ ઉત્સાહિત હોય છે, તેમને લાગે છે કે કોઈ પાર્ટી થઈ રહી છે, પરંતુ બાદમાં જ્યારે તેમને આ અંગે ખબર પડે છે ત્યારે તેઓ ડરી જાય છે.

સુન્નતનું કાર્ય વૃદ્ધ મહિલાઓ કરે છે જેમને ઈમામ કહેવામાં આવે છે અને તેઓ આ કામમાં અનુભવ ધરાવતી હોય છે. બ્રિટનમાં લગભગ 20000 બાળકો અને એટલી જ સંખ્યામાં ફ્રાંસમાં પણ સુન્નતને કારણે ખતરામાં પડે છે. બ્રિટન અને ફ્રાંસમાં સુન્નતને લગભગ એક જ સમય, 80ના દાયકામાં ગેરકાયદે જાહેર કરી દેવાઈ હતી.

જોકે, ફ્રાંસમાં જ્યાં 100 જેટલા માતાપિતા અને સુન્નત કરનારા વિરૂદ્ધ કાર્યવાહી થઈ ત્યાં બ્રિટનમાં એક પણ વ્યક્તિને આ અંગે સજા થઈ નથી. સમસ્યા એ છે કે ફ્રાંસમાં જે થાય છે તે બ્રિટનમાં લગભગ અસંભવ છે.

ફ્રાંસમાં માતાઓ અને બાળકીઓને છ વર્ષની વય સુધી વિશેષ દવાખાનાઓમાં લઈ જવી પડે છે જ્યાં બાળકીની નિયમિત તપાસ કરાય છે. છ વર્ષ બાદ આ જવાબદારી સ્કૂલના ડોક્ટરને આપી દેવાય છે જે નિયમિત તપાસ કરતા રહે છે. ખાસ કરીને એવા સમૂદાયની બાળકીઓને જેમાં સુન્નત કરાવવાનો ખતરો સૌથી વધુ હોય છે.

દુનિયાભરમાં આ વિષય પર એક્સપર્ટ મનાતા ડો. કોમ્ફોર્ટ મોમોહના જણાવ્યાં અનુસાર બ્રિટનમાં હજુય સુન્નત પર 17 સ્પેશિયાલિસ્ટ ક્લિનિક કામ કરે છે. તે કહે છે કે મહિલાઓની સુન્નત બાદ તેમના જનનાંગોની એવી સિલાઈ કરી દેવામાં આવે છે કે પ્રસુતિ સમયે તેમાંથી બાળક બહાર નથી આવી શકતું.

તેમના જણાવ્યા અનુસાર બ્રિટનમાં હાલના સમયે સોમાલિયામાં યુદ્ધને કારણે ત્યાંથી આવતા શરણાર્થીઓની સંખ્યા જે ઝડપે વધી રહી છે તેનાથઈ આ સમસ્યા પણ વધી રહી છે જેને પહોંચી વળવા પુરતા દવાખાના નથી.