શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , શુક્રવાર, 17 એપ્રિલ 2009 (15:04 IST)

હાર્ટ એટેક બાદ બાળકોને આપ્યો જન્મ

એક દુર્લભ તબીબી ઘટનામાં એક 38 વર્ષિય મહિલાએ હ્રદય રોગનો હુમલો ઉપડ્યાની કેટલીક મિનિટો બાદ સ્વસ્થ બે બાળકોને જન્મ આપ્યો છે.

પૈંપવર્થ હોસ્પિટલ કૈમ્બ્રિજના તબીબોને નીના વ્હીયરની બચવા માટે સાતેક ટકા જેટલી જ શક્યતાઓ જણાતી હતી. જેથી તેના પતિએ તેણીને છેલ્લીવારના રામ રામ પણ કહી દીધા હતા અને એના મનને સાંત્વના આપવા માટે એક ધર્મગુરૂને પણ બોલાવાયા હતા.

ભાગ્યમાં કંઇ અલગ જ લખાયું હતું. વ્હીયરે હ્રદય રોગનો હુમલો થયાની ગણત્રીની મિનિટો બાદ ઇવી અને એલ્ફી નામના બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તેની ઓપન હાર્ટ સર્જરી પણ કરવામાં આવી.

નોરફોક ફાયર એન્ડ રેસક્યુ સર્વિસમાં કામ કરનારી વ્હીયરને લામાસ સ્થિત તેના ઘરમાં એ સમયે હ્રદય રોગનો હુમલો થયો હતો કે જ્યારે તે સગર્ભા હતી અને તેને છેલ્લા દિવસો જતા હતા.