ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , રવિવાર, 14 જૂન 2009 (18:12 IST)

હુસેનનું પેંટિંગ વેચાયું 3.1 કરોડમાં

આત્મનિર્વાસિત જીવન જીવી રહેલા ભારતીય ચિત્રકાર એમ.એફ હુસૈનનું 1960નું એક પેંટિંગ ક્રિસ્ટીજમાં યોજાયેલી હરાજીમાં 3 કરોડ 10 લાખમાં વેચાયું છે.

ક્રિસ્ટીજના દક્ષિણ એશિયન માર્ડન એન્ડ કંટેપરરી આર્ટ હરાજીમાં પાકિસ્તાની આર્ટિસ્ટ રાશિદ રાનાની રેડ કાર્પેટ એક કરોડ 30 લાખ રૂપિયામાં વેચાઇ હતી જે હુસૈન પછી સૌથી મોંઘી વેચાયેલી કલાકૃતિ હતી.

ગત 10મી જુને સંપન્ન થયેલી આ હરાજીમાં રામકુમારની અનટાઇટલ્ડ બનારસને 1 કરોડ 4 લાખ રૂપિયાની ઉપજ થઇ હતી. હુસૈને રંગમાલા શૃંખલામાં કેનવાસ પર પોતાના આયલ વર્કમાં ભારતીય સંગીત મુદ્રાઓની દ્રશ્યગત રેખાઓ ખેંચી હતી.