ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ -સુખી દાંમ્પત્યજીવન માટે આટલુ ધ્યાન રાખો

P.R
દાંપત્યજીવનની ખુશી માટે માનસિક અને વૈચારિક તાદાત્મ્યતા બહુ જરૂરી હોય છે. એટલું જ નહીં લગ્નજીવનમાં શારીરિક સંબંધોનું મહત્વ પણ ઘણું હોય છે, ત્યારે જ તો તમે તમારા દાંપત્યજીવનમાં ખુશહાલ રહી શકો છો. જાણીએ દાંપત્યજીવનને ખુશખુશાલ બનાવવા માટે શું કરવું જોઇએ...

- સંશોધનો દરમિયાન એ વાત સામે આવી છે કે દાંપત્યજીવન થકી ખુશ રહેતી સ્ત્રીઓમાં હૃદય સંબંધી બીમારીઓ અન્યની સરખામણીએ ઘણી ઓછી હોય છે.

- દાંપત્યજીવનમાં ખુશ સ્ત્રીઓમાં અવિવાહિત, છૂટાછેડા લીધેલી, વિધવા કે પોતાના લગ્નથી નાખુશ રહેતી મહિલાઓની સરખામણીએ તણાવ, બેચેની કે ડિપ્રેશન જેવી બીમારીઓ પણ ઓછી હોય છે.

- એ સાચું છે કે જો તમારું દાંપત્યજીવન ખુશ હશે તો તમે તે કામ કરવા સમર્થ રહેશો જે તમે કરવા ઇચ્છો છો.

- એ પણ જાણવું જોઇએ કે ખુશખુશાલ લગ્નજીવન વિતાવનારી મહિલાઓનું બ્લડપ્રેશર સ્થિર રહે છે અને કોલેસ્ટ્રોલ પણ સામાન્ય રહે છે.

- સુખી દાંપત્યજીવન દ્વારા તમે સામાજિકરૂપે પણ સક્રિય રહો છો. આવામાં નાની-નાની બાબતો પર ઝઘડા કરનારા દંપતિએ પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ખુશ રહેવાના પ્રયાસો કરવા જોઇએ.

- લગ્નજીવનમાં ખુશ રહેવા માટે જરૂરી છે કે તમે પરસ્પર એકબીજા પર વિશ્વાસ કરો. પરસ્પત પ્રેમ જાળવી રાખો અને દરેક કામ એકબીજના સહયોગથી કરો.

- એકબીજા વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે જરરૂરી છે પરસ્પર વધુ ને વધુ વાતચીત કરવાનં રાખો.

- પતિ-પત્ની પોતાના સંબંધ યોગ્ય રીતે ચાલે તે માટે જરૂરી છે પરસ્પર એકબીજા પર કારણવગર શંકા-કુશંકા ન કરે અને એકબીજની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખે તે સાથે એકબીજાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

- જીવનસાથી પર વાતે-વાતે ગુસ્સે ન થવું કે તેમનાથી અવાર-નવાર નારાજ ન થઇ જવું. પણ જે-તે સમસ્યા ઉદ્ભવતી હોય તો તેના કારણો શોધી તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તે ધ્યાન રાખવું.

- બંનેએ એકબીજાનું અને એકબીજાના કામનું સન્માન કરવું જોઇએ અને ઘરેલું કાર્યોમાં એકબીજાને મદદ કરવી.

- બંનેએ પોતાના જીવનની દરેક સારી-નરસી બાબતો ઈમાનદારીપૂર્વ એકબીજાને જણાવવી જોઇએ.

- એકબીજાને પોતાની વાત કહેવાનો મેકો આપો અને પરસ્પર એકબીજના વાતોને ધ્યાનથી સાંભળો.

- પતિ-પત્નીએ ડિપ્રેશન તેમજ ચીડિયા સ્વભાવને દૂર કરવા તથા પોતાના દાંપત્યજીવનને વધુ ઊંડુ બનાવવા એકબીજા પર વિશ્વાસ મૂકવો જોઇએ.

- યાદ રાખો, સેક્સ દાંપત્યજીવનને ખુશખુશાલ બનાવવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે.

- તમારે તમારા પાર્ટનરને ખુશ કરવા અને પાર્ટનરને સહયોગ આપવા તૈયાર રહેવું જોઇએ, નહીં તો તમારી વચ્ચેના સંબંધોમાં તિરાડ સર્જાઇ શકે છે.

- જો પતિ-પત્ની બંને કામકાજી છે, વ્યસ્ત રહે છે કે રાતે મોડેથી આવે છે તો તેમની સેક્સ લાઇફ સંતોષકારક નહીં હોય. આવામાં યોગ્ય એ રહેશે કે સવારે ઊઠીને ફ્રેશ મૂડમાં સેક્સનો આનંદ ઉઠાવવામાં આવે.