ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

સેક્સ લાઈફનો આનંદ જાળવી રાખવા ધ્યાનમાં રાખવાની બાબતો

P.R
નાની-નાની પણ મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાની સેક્સ લાઈફને એંજોય કરી શકે છે. સેક્સ દરમિયાન ન તો આક્રમક રૂખ અપનાવો કે ન તો તમારા પાર્ટનર પર હાવી થવાનો પ્રયત્ન કરો.

નાની નાની પણ મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં મુકીને વ્યક્તિ પોતાની સેક્સ લાઈફને એંજોય કરી શકે છે. સેક્સ દરમિયાન ન તો આક્રમક વ્યવ્હાર અપનાવો કે ન તો તમારા પાર્ટનર પર હાવી થવાનો પ્રયત્ન કરો. તેની સાથે સહજતાભર્યો વ્યવ્હાર કરો. આ સાથે જ તેની પસંદ ના પસંદનો પણ ખ્યાલ રાખો. વિખ્યાત સેક્સોલોજિસ્ટ ડો. મહેશ નવાલના મુજબ સેક્સ દરમિયાન જો કેટલીક વાતોને ધ્યાનમાં રાખવામાં આવે તો જીવન સુખમય અને આનંદદાયક બની શકે છે.



- આદર્શ સેક્સ માટે ફોર લેટર વર્ડ અર્થાત ચાર અક્ષરોના શબ્દ (TALK)ને હંમેશા મહત્વ આપો. તમારા પાર્ટનર સાથે વાતચીત કરો અને તેને સેક્સુઅલ પ્રિફરેંસ જરૂર પૂછો. ક્યારેય તેના પર તમારી ઈચ્છાને થોપશો નહી.

- સેક્સની કોઈ પણ ક્રિયા અથવા વિવિધતા માટે તમારા સાથીની ઈચ્છા અનિચ્છાનુ પુરૂ સન્માન કરો. તેની સાથે સહજતાપૂર્ણ વ્યવ્હાર રાખો. કોઈપણ રીતની બળજબરી તમને તમારા સાથીથી દૂર કરી શકે છે.

- હંમેશા યાદ રાખો કે સેક્સનું સુખ બે પગની વચ્ચે નહી પણ બે કાનની વચ્ચે અર્થાત મસ્તિષ્કમાં હોય છે. શારીરિક સંતુષ્ટિ માટે એવી કોઈપણ હરકત ન કરશો, જેનાથી તમારો પાર્ટનર નારાજ કે તનાવગ્રસ્ત થઈ જાય.

આનંદપૂર્ણ સેક્સ અનુભવ માટે શુ કરશો શુ નહી વાંચો આગળના પેજ પર ...


- સહવાસ પહેલા હલકો અને સુપાચ્ય ખોરાક લો અને એ પણ ધ્યાન રાખો કે ભોજન અને સેક્સ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર હોય.

- મહિલાઓમાં મૈનોપોસ(રજોનિવૃત્તિ)ની જેમ પુરૂષોમાં પણ લગભગ 45 વર્ષની વય પછી એંડ્રોપોસની સ્થિતિ આવે છે. જેના પરિણામ સ્વરૂપ યૌનેચ્છામાં કમી, સહવાસની આવૃત્તિમાં કમી, શારીરિક થાક, ચિડચિડાપણું વગેરે લક્ષણ ઉભા થાય છે. તેથી સાથીની પરેશાનીને સમજવાનો પ્રયત્ન કરો.

- બેડ પર એક રાઉંડ સેક્સમાં એક મોટા બગીચાના ચાર ચક્કર લગાવવા જેટલી ઉર્જા ખર્ચ થાય છે. મતલબ સેક્સથી શારીરિક સુખ મળવા ઉપરાંત વ્યાયામ પણ થઈ જાય છે.