લવ ટિપ્સ : ગર્લફ્રેંડ બનાવતા પહેલા ધ્યાનમાં રાખવાની ટિપ્સ

વેબ દુનિયા|

P.R
ઘણાં યુવકો જીવનમાં ખોટી યુવતીને ગર્લફ્રેન્ડ બનાવી બેસતા હોય છે અને પાછળથી પેટ ભરીને પસતાય છે. માટે જો તમે પણ આ રીતે પસતાવા ન ઇચ્છતા હોવ તો નીચેની ટિપ્સ તમને ચોક્કસ મદદ કરશે...

આવી યુવતીઓ સાથે ક્યારેય ડેટ પર ન જવું

1. પઝેસિવ : તે તમને દર બે કલાકે ફોન કરે છે? દર અડધો કલાકે મેસેજ કરે છે? તમે કોઇ બીજી સ્ત્રી સામે જુઓ છો કે બીજી સ્ત્રી સાથે ચાલો છો તે બાબત તેને નારાજ કરે છે? તમે જ્યારે તેના મનપસંદ રંગના કપડાં પહેરો તો તેને ગમે છે અને જ્યારે આવું ન કરે ત્યારે તે મોઢું ચઢાવી દે છે? જો આ તમામ પ્રશ્નોનો જવાબ 'હા' હોય તો તમારે તમારી આવી ગર્લફ્રેન્ડને 'ના' કહી દેવાની જરૂર છે. કેટલીક સ્ત્રીઓ એટલી બની જતી હોય છે કે એક હદે તે તમારા વિકાસમાં બાધક બની જાય છે. તમે આવી સ્ત્રીનો પડછાયો ન બની શકો.
2. મટિરિયલ ગર્લ : બહુ સિમ્પલ છે. જો તે તમારા પૈસા જોઇને જ તમને ડેટ કરવા માંગતી હોય કે તમારી ગર્લફ્રેન્ડ બનવા ઇચ્છતી હોય તો આવી યુવતીને મચક ન આપશો. કારણ કે આવી છોકરીઓને જો તમારા કરતા વધુ પૈસાવાળો છોકરો મળશે તો તે તમને છોડીને જવામાં સહેજપણ વિચાર નહીં કરે.

3.લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરનાર : દરેક સ્ત્રીઓને પુરુષોનું વધુ ને વધુ આકર્ષણ મળી રહે તે પસંદ હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ આમાં બહુ ચઢિયાતી સાબિત થવા મથતી હોય છે. તમારા જીવનના દરેક પ્રસંગોમાં તે તમને આગળ ન આવવા દેતા પોતાની જાતને જ હાઇલાઇટ કરવાના પ્રયાસોમાં રાચતી રહે તો આ ખોટું છે. આખરે તમારું પોતાનું ફેમિલી છે, ફ્રેન્ડ છે, કામ છે જ્યાં તમારું અટેન્શન રહે તે બહુ જરૂરી છે. માટે આવી સ્ત્રી એટેન્શન મેળવવાની લાલચમાં તમારા જ જીવનમાં તમને પાછળ ધકેલી નાંખે તે પહેલા ચેતી જજો અને તેને તમારા જીવનમાંથી બાકાત કરી દેજો.
4. સતત દોષ કાઢનારી : ઘણા યુવકો ફરિયાદ કરતા હોય છે કે બધી સ્ત્રીઓને દોષ કાઢવાની ટેવ હોય છે. સૌથી પહેલા જણાવી દઇએ, બધી યુવતીઓને દોષ કાઢ્યા કરવાની કુટેવ નથી હોતી. બીજું એ કે અમુક હદ સુધી દોષ કાઢવા કે ઠપકો આપવો એ યોગ્ય છે પણ જ્યારે એક હદ કરતા આ વધી જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે. જો તે તમારી સાથે સતત આવું કર્યા કરે છે તો એ વાત યાદ કરો કે તે તમારી ગર્લફ્રેન્ડ છે સ્કૂલ ટીચર નહીં. તમારા સમજાવ્યા બાદ પણ જો તે પોતાની આ ટેવ છોડી ન શકતી હોય તો તમારે તેને છોડીને તમારી પોતાની જાતને મદદ કરવી જ રહી.
5. માનસિક રીતે ભાંગી પડેલી યુવતી : માનસિક રીતે પડી ભાંગેલી યુવતીના જીવનમાં હીરો બનવાનો પ્રયાસ ન કરશો. હા, તમે કદાચ એવું વિચારી રહ્યા હોવ કે તમારો પ્રેમ તેના જીવનના તમામ દુખો ભૂલાવી દેશે અને તેને પીડામાંથી બહાર લઇ આવશે, તો તમારો આશય બહુ સારો છે. પણ જરૂરી નથી કે તમારા આ શુભ આશયનો તમે વિચાર્યું હશે તેવો જ બદલો મળશે. બની શકે કે તે તમારા આ પ્રેમનો બદલો પ્રેમથી ન આપે. જરૂરી નથી કે તે તમને પસંદ કરવા લાગે. અને જો આવું થશે તો અંતે તમે જ માનસિક રીતે પડી ભાંગશો. માટે જો શક્ય હોય તો આવી યુવતી સાથે ડેટ ન કરશો કે તેને તમારી ગર્લફ્રેન્ડ ન બનાવશો.


આ પણ વાંચો :