મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ગુરૂ - સેક્સ મહિલાઓને અનેક રીતે લાભદાયક !!

P.R
મહિલાઓ સેક્સ દરમિયાન માત્ર આનંદનો જ અનુભવ નથી કરતી પણ સેક્સ થકી તેમને અનેક પ્રકારના શારીરિક અને ભાવનાત્મક લાભ પણ થાય છે. આનાથી મહિલાઓની શારીરિક રચનામાં પરિવર્તન થાય છે. તો સેક્સ દરમિયાન પાર્ટનર દ્વારા મળેલા શારીરિત અને ભાવનાત્મક સપોર્ટથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે. આ સિવાય સેક્સ કરવાથી મહિલાઓને બીજા અનેક લાભો થાય છે, જે કંઇક નીચે પ્રમાણે છે...

- મહિલાઓમાં સેક્સ દરમિયાન શરીરમાં કેલરી બર્ન થાય છે જેનાથી તેમનું વજન ઓછું થાય છે. માટે સેક્સ પણ એક શારીરિક વ્યાયામ છે જે તેમને સ્વસ્થ રાખે છે.

- મહિલાઓમાં સેક્સ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને એક અલગ આનંદનો અનુભવ કરાવે છે.

- સેક્સ લગ્નજીવનને સુખી બનાવે છે અને ભવિષ્યમાં બંને વચ્ચે સર્જાયેલું અંતર સેક્સને લીધે દૂર થાય છે.

- મહિલાઓમાં સેક્સ અનેક બીમારીઓને ઓછું કરે છે જેમ કે શરદી અને અન્ય બીમારીઓના ઇન્ફેક્શન સામે શરીરનું રક્ષણ થાય છે અને તેઓ સ્વસ્થ બને છે.

- મહિલાઓમાં સેક્સ તણાવને પણ ઓછો કરે છે અને તેમને ખુશ રાખે છે.

- આ સિવાય સેક્સ તેમનામાં બ્લડપ્રેશરને પણ ઓછું કરે છે. તેનાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે અને અન્ય અનેક પ્રકારની બીમારીઓમાંથી મુક્તિ મળે છે.

- સેક્સ દરમિયાન હૃદય મજબૂત બને છે જેનાથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓની સંભાવના ઓછી થઇ જાય છે. અઠવાડિયામાં સેક્સ એક કે બેવાર અથવા વધુ વખત કરવાથી મહિલાઓમાં ઘાતક હૃદય રોગના હુમલાની સંભાવના એ મહિલાઓની સરખામણીએ ઓછી થઇ જાય છે જેઓ ઓછો સેક્સ કરે છે.

- આ સિવાય સેક્સ મહિલાઓના આત્મસન્માનમાં વધારો કરે છે.

- તો વળી સેક્સ અંતરંગતા અને સંબંધને વધુ ઉત્તમ બનાવે છે, લગ્નજીવનને મજબૂત બનાવે છે.

- સેક્સ કરવાથી અનેક બીમારીઓના દર્દમાં રાહત મળી શકે છે જેમ કે સંધિવા, માથાનો દુખાવો વગેરેમાં સેક્સ બાદ થોડી રાહત મેળવી શકાય છે.

- સેક્સ મહિલાઓમાં કેન્સર જેવી બીમારીઓના જોખમને પણ ઓછું કરે છે.

- સેક્સથી મહિલાઓમાં પેઢુના સ્નાયુઓ મજબૂત બને છે. સંભોગ દરમિયાન તેમના આ સ્નાયુઓને વ્યાયામ મળે છે જેનાથી તેમનામાં અસંયમનું જોખમ ઓછું થઇ જાય છે.

- ઉત્તમ ઊંઘ માટે પણ સેક્સ જરૂરી છે. સંભોગ બાદ મહિલાઓને સારી ઊંઘ આવે છે અને સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે.