મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ : જાણો સ્ત્રીઓની પસંદ-નાપસંદની વિશેષ વાતો

P.R
સ્ત્રી અને પુરુષો ખરેખર અલગ અલગ માટીના બનેલા છે. તેમની પસંદ-નાપસંદ, વિચારો, મત-મંતવ્યો, બોડી લેંગ્વેજ વગેરેમાં ઘણા તફાવતો હોય છે. જો તમારી પ્રેમિકા કે પત્ની તમને સ્પષ્ટ સંકેત આપતી હોય કે તમારી વાત તેમને ગમે છે અથવા તો કઈ વાતથી તેઓ નિરાશ થઈ જાય છે, તેમ છતાં તમે સમજી ન શકતા હોવ તો આગળ વાંચો.

અહીં અમુક એવી વાતો છે જે સામાન્ય રીતે સ્ત્રીઓને પુરુષોમાં નથી ગમતી. આ વાંચીને તમે તમારી પ્રેમિકા કે પત્નીને વધુ સારી રીતે સમજી શકશો.

- જ્યારે પ્રેમિકા/પત્ની વાત કરતી હોય ત્યારે ધ્યાનથી સાંભળો. તેમને લાગશે કે તમે તેમની કાળજી લો છો.

- થોડી સમજશક્તિ વાપરો અને સમજો કે દર વખતે અમારો મૂડ માત્ર પિરીયડ્સને કારણે ખરાબ નથી હોતો. અમુક વાર મૂડ અન્ય કારણોસર પણ ખરાબ થઈ શકે છે.

- તમારે ઈમોશનલ ક્વોશન્ટ વિકસાવવાની જરૂર છે. હા, એનો અર્થ એ નથી કે તમે ગમે ત્યારે રડવા લાગો. તેનો અર્થ એ કે તમારે થોડા વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે.

- સ્ત્રીઓ માટે મોટાભાગની સમસ્યાનું નિવારણ વાતચીતથી જ આવી જાય છે. માટે તેમની સાથે વાત કરો. વાતચીત બંધ કરી દેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે અને કોઈ પણ સમસ્યા તેની મેળે ઉકેલાઈ નથી જાતી.

- અમુક વાતો એવી છે કે જે સ્ત્રીઓને તમે જેટલી વધારે દેખાડશો તેટલી ગમશે. જેમ કે પ્રેમિકાના મિત્રો સાથે સારુ વર્તન કે પછી પત્નીના પરિવારના સભ્યો સાથે વિનમ્ર અને સારો વ્યવહાર (પછી ભલે તમને તે વધારે ન ગમતા હોય.)

- પત્નીઓ ભલે દરરોજ તમારી મનપસંદ ડિશ ન બનાવતી હોય પણ ક્યારેક તો તેમને પણ કિચનમાંથી આરામ લેવાનું મન તો થાય જ. તમે તમારી પત્ની માટે કંઈક બનાવી શકો. અને જો તમને થતું હોય કે શું બનાવવું તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરપ્રાઈઝ તરીકે તેમને જે કંઈ પણ બનાવીને આપશો તે તેમને ચોક્કસ ભાવશે.

- તમારી પ્રેમિકાઓને ખબર છે કે તમે સ્પિડમાં કાર કે બાઈક ચલાવી શકો છો. માટે દર વખતે જ્યારે તેઓ સાથે હોય ત્યારે અણઘડ રીતે સ્પિડમાં ડ્રાઈવિંગ કરવાની જરૂર નથી.

- પ્રોટેક્ટિવ બનો પણ પઝેસિવ બનવાની જરૂર નથી. પ્રેમિકા કે પત્ની તમારી અંગત મિલ્કત નથી હોતી પણ તમારી પાર્ટનર છે. સુરક્ષાનો અહેસાસ તેમને સારો લાગે છે પણ કેદીઓની જેમ નહીં.

- સ્ત્રીઓને ગુસ્સે કરવાનો સૌથી સીધો અને સરળ રસ્તો છે તેમની સામે ખોટુ બોલવાનો. માટે પ્રામાણિક બનો.