શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ : સુખી દાંમ્પત્યજીવન માટે મની મેનેજમેંટ પણ જરૂરી

P.R
આજકાલ મોટા શહેરોમાં લગ્ન બાદ બહુ ઓછા સમયમાં જ છૂટાછેડા અને પરસ્પર ખટપટ વધી રહ્યાં છે. આના કારણોમાં એક કારણ પતિ-પત્નીના પૈસાના ઉપયોગ સાથે જોડાયેલું છે. આજના સમયે શહેરોમાં પતિ-પત્ની બંને કામકાજી બની ગયા છે.

ઘણાં ખરાં કિસ્સામાં જોવા મળે છે કે પતિ-પત્ની પોતાના પૈસાનો ઉપયોગ અને તેની બચતને એકબીજા સાથે શેર નથી કરતા. તેઓ એવું વિચારી લે છે કે જો તેઓ કમાય છે તો તે ખર્ચ કરવાનો પૂરો અધિકાર માત્ર તેમનો છે. આ વિષે તેઓ પોતાના પાર્ટનરને જણાવવાનું જરૂરી નથી સમજતા. આ વાત આગળ જતાં તેમના પરસ્પર કલેહનું કારણ બની જાય છે.

જો તમે પણ આવનારા સમયમાં લગ્ન કરવા જઇ રહ્યાં છો તો નીચે લખેલી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો જેથી લગ્ન બાદ તમારા પ્રેમમાં પૈસા તિરાડ ન સર્જે.

1. આ સમસ્યાનું મુખ્ય કારણ છે એ વિચારસરણી કે પૈસા પર માત્ર તમારો હક છે. જો તમે આવું જ વિચારતા હોવ તો સૌથી પહેલા તમારો આ વિચાર બદલો. અને નક્કી કરો કે તમે મળીને એ પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો.

2. આ વિષય પર પરસ્પર વાત ન થઇ શકવી એ મુખ્ય કારણ છે. આના માટે જરૂરી છે કે બંને લગ્ન પહેલા આ વિષય પર વાત કરો અને એકબીજાને પોતાના ખર્ચા, લાઇફસ્ટાઇલ અને ભવિષ્યના રોકાણ વિષે જણાવો. આનાથી તમારી પારસ્પરિક સમજ વધશે અને તમારો સંબંધ મજબૂત થશે.

3. લગ્ન સમયે અને લગ્ન બાદ બંને મળીને પોતાનું દાયિત્વ પૂર્ણ કરો. બંને મળીને પોતાના ભવિષ્ય સાથે જોડાયેલા નાણાકીય નિર્ણયો લો. દર મહિનાનું બજેટ તૈયાર કરો અને તે અનુસાર ખર્ચ કરો.

4. તારા-મારા પૈસા, ખર્ચા અને ઉપયોગની જગ્યાએ આપણા પૈસા, ખર્ચા અને ઉપયોગનું ધ્યાન રાખો.

5. બંને એકબીજાને પોતાની સેલરી ડિટેલ, બોનસ, ઇન્સેન્ટિવ વિષે અચૂક જણાવો.

6. એકબીજાથી છુપાઇને કોઇ મોટો ખર્ચ કે રોકાણ ન કરો. કોઇપણ લોન, પ્રોપર્ટી લેવા અને રોકાણ કર્યા પહેલા તમારા પાર્ટનરનો મત અચૂક માંગો, તેની સાથે ચર્ચા કરો.

7. જો લગ્ન પહેલા તમે કોઇ લોન લીધી છે તો તે વિષે તમારા પાર્ટનરને અચૂક જણાવો.

8. ભવિષ્ય માટે હંમેશા બચત કરી રાખો, કારણ કે કાલ કોઇએ જોઇ નથી. જો ભવિષ્યમાં કંઇ ન થવાનું થયું તો આ બચત તમને કામ લાગશે. માત્ર આવા અકસ્માત માટે જ શું કામ, તમારા બાળકના સારા ભવિષ્ય માટે પણ બચત બહુ જરૂરી છે.

9. પૈસાની બચનો મૂળ મંત્ર હંમેશા યાદ રાખો કે 'જેટલી ચાદર લાંબી હોય તેટલા જ પગ ફેલાવો', કોઇની દેખાદેખી કરીને નકામા ખર્ચા ન કરો અને તમારા પાર્ટનર સમક્ષ પણ નકામી અને મોંઘી વસ્તુઓની માંગણી ન કરો.

10. તમે બંને મળીને તમારા લક્ષ્યો નિર્ધારિત કરો અને તેને પૂરા કરવાના પ્રયાસ કરો. બધા નિર્ણયો એકબીજા સાથે વાત કરીને લો કારણ કે તમે બંને જીવનરથના બે પૈડાંની જેમ છો જો અલગ-અલગ ચાલશો તો જીવન રૂપી રથ આગળ નહીં વધી શકે.

લગ્નના બંધન પહેલા આ બાબતોને અચૂક ધ્યાનમાં રાખો જેથી તમારા પ્રેમભર્યા સંબંધમાં પૈસાને કારણે ગ્રહણ ન લાગે.