મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 26 જુલાઈ 2016 (13:22 IST)

કરોડોની બુલેટ પણ ઉપયોગ નહીં

અમદાવાદ શહેર ફાયર બ્રિગેડને સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ફાળવવામાં આવેલા ચાર ફાયર સિસ્ટમ બુલેટ ધોળા હાથી સમાન સાબિત થયા છે. શહેરની સાંકડી ગલીઓ માટે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલા બુલેટનો ઉપયોગ કરી શકાય તેવો છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ કોલ આવ્યો નથી.

ફાયરબ્રિગેડે ર૦૧૩માં ખાસ ડિઝાઇન તૈયાર કરેલા ચાર બુલેટ ફાળવાયા છે. એક ફાયર બુલેટ વ્હીકલની કિંમત રપ લાખ જેટલી છે. અમદાવાદ શહેરની સાંકળી ગલીઓ, પોળો કે અન્ય ગિરદીવાળી જગ્યાએ જ્યાં મોટું ફાયર વિહિકલ જઇ શકતું નથી ત્યાં સરળતાથી પહોંચી શકાય અને લોકોને મદદરૂપ થઇ શકાય તે માટે જ ફાયર બ્રિગેડ આ બુલેટ વિહિકલનો ઉપયોગ કરે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન એક પણ વાર બુલેટ વિહિકલનો ઉપયોગ થયો નથી. ર૦૧૩ના એપ્રિલમાં રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને આ બુલેટ ફાળવાયા છે.

હાલમાં આ ચારેય બુલેટ વિહિકલ દાણાપીઠ ફાયરબ્રિગેડ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. જે હાલ પુરતા ધોળા હાથી સાબિત થયા છે. કારણ કે દરરોજની તેની સાફ-સફાઇ અઠવ‌ાડિયે એક વાર રાઇડ-પેટ્રોલ, સર્વિસ સાથે મેન્ટેનન્સ મોંઘું પડે છે. આકસ્મિક સંજોગોમાં યોગ્ય કોલ મુજબ તેનો ઉપયોગ કરવાનો હેતુ હજુ સુધી સર થયો નથી કારણ કે તેનો છેલ્લો ઉપયોગ ક્યારે થયો તેની ખુદ વિભાગને જાણ નથી.

આગનો બનાવ બને છે ત્યારે આગનો કોલ આપનાર વ્યક્તિને આગ કેટલી મોટી છે કે કેટલા પ્રમાણમાં છે તેનું ધ્યાન રહેતું નથી. જેના કારણે બુલેટ ફાયર જેવું નાનું વાહન તે સમયે કામમાં આવશે કે કેમ તેની ફાયરમેનોને ચિંતા રહે છે.

ફાયર બુલેટના ઉપયોગ માટે ફાયરમેનોને ટેકનીકલ ટ્રેનિંગ અપાઇ છે પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ચલાવવા માટે ટ્રેઇની સ્ટાફ આજે પણ ઉપલબ્ધ નથી. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એમ. દસ્તુરે જણાવ્યું કે “ચાર વર્ષથી ઉપલબ્ધ ફાયર બુલેટ વિહિકલનો ઉપયોગ કરવો પડે તેવો કોઇ કોલ મળ્યો નથી જેથી તેનો ઉપયોગ થઇ શક્યો નથી. પરંતુ ગમે ત્યારે ઉપયોગમાં લઇ શકાય તે માટે તેનું મેન્ટેનન્સ નિયમિતપણે થાય છે.”

અમદાવાદ શહેરનો વિસ્તાર આશરે ૪૬૬ ચો.કિ.મી.નો છે. શહેર ઉપરાંત નજીકના ગામ કે શહેરને જરૂર પડે શહેર ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ મદદ કરે છે. પરંતુ ફાયર બુલેટની હજુ સુધી ઇમર્જન્સીમાં જરૂર પડી નથી.
ઇમર્જન્સી કોલમાં ઘટનાસ્થળે નાની ગલીઓમાં ઝડપભેર પહોંચવા માટેના પ૪ કિલો વજનના ફાયર બુલેટ વિહિકલમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં ગેસ ટેંક, ૧૦૦ લિટર પાણીની ક્ષમતાવાળી વોટર ટેન્ક, રોપ, શક્તિશાળી બેટરી, ઓક્સિજન માસ્ક અને રિફિલ, ૯ લિટર કોમ્પ્રેસ્ડ એર ફોમ, ફર્સ્ટ એઇડ