શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ગોપાલસ્વામીની ભલામણ સામે કચવાટ

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર એન.ગોપાલાસ્વામીના ચૂંટણી કમિશ્નર પદેથી નવીન ચાવલાને દુર કરવાની ભલામણને બંધારણીય નિષ્ણાંતોએ આજે વખોડી હતી.

દેશના પ્રખર કાયદા શાસ્ત્રીઓ ફલી એસ. નરીમન, કે.વેણુગોપાલ અને શાંતિભૂષણે કહ્યું હતું કે, મુખ્ય ચુંટણી કમિશ્નરે ચુંટણીના માહોલ પહેલાં જ આ નિર્ણય કરીને ચુંટણીપંચની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરી દીધા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.

નરીમને કહ્યું હતું કે, સીઈસી દ્વારા કટોકટી ઊભી કરવામાં આવી છે. મને આશ્ચર્યએ બાબતનું લાગી રહ્યું છે કે, આ નિર્ણય તેમણે વર્ષ પહેલાં પણ કરી શકયા હોત. જોકે ચૂંટણીના થોડા સમય પહેલાં આ બન્યું હોવાથી સામાન્ય લોકોમાં આખી વાતનો મતલબ કંઈ અલગ જ જશે.

વેણુગોપાલે કહ્યું હતું કે, સીઈસીની ભલામણ એ સુપ્રીમકોર્ટના 1995ના આદેશની એકદમ વિરુદ્ધ જ છે. સીઈસી એ ચુંટણીપંચને સ્વતંત્રતા પર તરાપ મારી છે.

પૂર્વ કાયદામંત્રી શાંતિભૂષણે કહ્યું હતું કે, ગોપાલાસ્વામીની ભલામણ પર સરકાર ચૂંટણી પહેલાં કોઈ નિર્ણય લે તેવી હાલ શકયતા નહીવત લાગી રહી છે. સીઈસી હાલના તબક્કે કટોકટી ઊભી કરીને લોકો સમક્ષ ખોટો સંદેશો જવા દીધો છે.