બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

જયપ્રકાશ નારાયણ જેવા છે રાહુલ - કોંગ્રેસ

N.D
કોંગ્રેસે રાહુલ ગાંધીની તુલના જયપ્રકાશ નારાયણ સાથે કરી. રાહુલ ગાંધીના સહયોગથી બિહારમાં નૌકા પાર લગાવવાની આશા બતાવતા કોંગ્રેસે આજે તેમની તુલના કટોકટીના વિરોધ અભિયાનના નાયક જયપ્રકાશ નારાયણ સાથે કરતા કહ્યુ કે યુવા નેતા દેશના યુવાની જરૂરિયાતો અને ચિંતાઓને સમજે છે.

કોંગ્રેસ પ્રવક્તા મોહન પ્રકાશે અહી સંવાદદાતાઓને કહ્યુ, પંડિત નેહરુ પછી જે રીતે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે બાળકો વિશે ચિંતા કરી હતી, એ જ રીતે જયપ્રકાશ નારાયણ પછી રાહુલ ગાંધી યુવાઓના ભવિષ્યની જરૂરિયાતો અને ચિંતાઓને સમજે છે.

બીજી બાજુ પટનામાં માકપા પોલિત બ્યુરોના સભ્ય સીતારામ યેચુરીએ ગ્રામીણ પશ્ચિમ બંગાળના પુરૂલિયા અને બાંકુડા જીલ્લાની દુર્દશા વિશે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની ટિપ્પણીનો વિરોધ કરતા કહ્યુ કે આ બંને જિલ્લાની સ્થિતિ ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠી જિલ્લાથી ઘણી સારી છે. રાહુલ ગાંધી દ્વારા બિહાર મુલાકાત પછી વિવિધ દળોની તરફથી તેમને નિશાના બનાવવાના પ્રયત્નોની નીંદા કરતા તેમને કહ્યુ કે કોંગ્રેસનો વિરોધ કરનારી બધી પાર્ટીઓ રાહુલને નિશાન બનાવે રહી છે, જ્યારે કે તે વિકાસ અને યુવાઓના ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે.

તેમણે દાવો કર્યો કે આ વખતે રાજ્યમાં કોંગ્રેસની લહેર છે અને તે અન્ય તબક્કાની ચુંટણીમાં લોકો સમક્ષ આવશે.

વિરોધીઓની આલોચના કરતા કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યુ કે રાજદ-લોજપા અને જદ યૂ-ભાજપા ગઠબંધન અસ્થાયી અને અવ્યવ્હારિક છે.

પ્રકાશે કહ્યુ કે બંને ગઠબંધનોનુ સ્વરૂપ લગભગ 20 વર્ષ જૂનુ છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટી 21મી સદીમાં લોકોની આકાંક્ષાઓને પૂરી કરવાની દિશામાં કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યુ કે પાર્ટી માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નેતૃત્વ વિકાસનુ પ્રતિક છે અને આ જ પાર્ટીનો એજંડા છે.