મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2013 (17:28 IST)

દિલ્હીમાં મોદીનો કોંગ્રેસ પર આરોપ - અહંકારી સરકાર જનતાને હિસાબ નથી આપી રહી

નરેન્દ્ર મોદી

ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને નિશાન પર લેતા કહ્યુ કે કેન્દ્ર અને દિલ્હીના આ અહંકારી શાસક જનતાને પોતાના શાસનનો હિસાબ નથી આપી રહી. પણ લોકો ચૂંટણીઓમાં તેમની પાસેથી પાઈ પાઈનો હિસાબ લેશે.
P.R

મોદીએ અહી એક ચૂંટણી સભામાં કહ્યુ કે કોંગ્રેસના અહંકારી શાસક લોકોને પોતાના કામનો હિસાબ નથી આપી રહ્યા. પણ ગુજરાત સરકાર પાસેથી હિસાબ માંગી રહી છે. આવુ કરવુ કોગ્રેસના નેતાઓની ફેશન બની ગયુ છે. ચૂંટણી દિલ્હી અને રાજસ્થાનમાં છે પણ જવાબ ગુજરાતની સરકાર પાસે માંગી રહ્યા છે.

ગુજરાતમાં કથિત રૂપે તેમના કહેવાથી એક યુવતીની ગેરકાયદેસર રીતે જાસૂસી કરવા બાબતનો સીધો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યુ કે કોંગ્રેસે આ પહેલા પણ ગુજરાત ચૂંટણી દરમિયાન તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરી ચુકી છે. પણ તેઓ સફળ ન થયા. મોદીએ કહ્યુ કે કોંગ્રેસે મને બદનામ કરવાની બધી ટ્રિક અજમાવી લીધી. પણ ગુજરાતી લોકોએ એ પ્રયાસોને નિષ્ફળ કર્યા. ફેસબુક અને ટ્વિટર દ્વારા આરોપો લગાવાયા છતા ગુજરાતે કોંગ્રેસને જોરદાર જવાબ આપ્યો.


શાહદરાની આ રેલીમાં જ્યા મોટી સંખ્યામાં બિહાર અને પૂર્વી ઉત્તરપ્રદેશના લોકો રહે છે. ભાજપા નેતાએ કહ્યુ કે જો બિહાર અને યૂપીમાં છેલ્લા 60 વર્ષમાં વિકાસ થયો હોત તો ત્યાંના લોકો પોતાનુ ઘર છોડીને દિલ્હીમાં કામ કરવા ન આવતા. ઓડિશા, બિહાર નએ આંધ્રપ્રદેશના ઘણા લોકો સૂરતમાં પણ રહે છે પણ તેમણે સારી દેખરેખવાળા શહેરનુ સન્માન મળ્યુ છે.


ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવારે કોંગ્રેસ નેતૃત્વ પર મજાલ ભરેલા અંદાજમાં કહ્યુ કે આપણા પ્રધાનમંત્રી મોટા અર્થશાસ્ત્રી છે. અમે ક્યારેય તેમના પર આંંગળી નથી ચીંધી, નાણાકીય મંત્રી પણ ખૂબ જ્ઞાની છે. અમે આ વાતને પણ પડકારી નહોતી. મોદીએ આગળ કહ્યુ કે કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી જે પોતાની જાતને બુદ્ધિમાન સમજે છે અને સમજે છે કે બધી અક્કલ તેમની પાસે જ છે બાકી બધા બુદ્ધુ છે. તે કહે છે કે ગરીબ હવે બે શાક ખાય છે તેથી ગરીબી વધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી પદના ભાજપાના ઉમેદવાર હર્ષવર્ધનના વખાણ કરતા તેમણે કહ્યુ કે અમે સારા શાસનનુ વચન આપ્યુ છે અને અમે એક સન્માનિત વ્યક્તિને સીએમ ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે.