મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2014 (16:06 IST)

નરેન્દ્ર મોદીએ ઓનલાઈન વેપારનું સમર્થન કર્યુ

ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યુ કે તેઓ અધિકારિક પ્રોધોગિકીનો ઉપયોગ કરે અને જ્યા પણ જરૂરી હોય ઓનલાઈન વેપાર મોડલને અપનાવે.
P.R

મોદીએ અહી ઓલ ઈંડિયા ટ્રેડર્સ કનવેંશનને સંબોધિત કરતા કહ્યુ, આપણે પડકારોને તકોમાં બદલવી પડશે. નવા પડકારોથી ગભરાશો નહી. પૌદ્યોગિકી અપનાવો અને તમારી દુકાનમાં જ ઓનલાઈન મૉલનુ નિર્માણ કરો. હવે નાના શહેરોના લોકો પણ બ્રાંડવાળો સામાન શોધે છે. તેમની જરૂરિયાત પુરી કરવા માટે પ્રૌધોગિકી અપનાવો. જો જરૂર હોય તો શીખવા માટે કાર્યશાળાઓમાં ભાગ લો, પણ ભાગશો નહી.

તેમણે કહ્યુ કે ભાજપાની ઓળખ વેપારીઓની પાર્ટીના રૂપમાં છે. તેમણે કહ્યુ, અમે તેમના (વેપારીઓ) સલાહસૂચનોથી અમારા ઘોષણાપત્રનુ નિર્માણ કરીશુ.

તેમણે કહ્યુ, જે વ્યક્તિ જોખમ નથી ઉઠાવી શકતા તે વેપારી નથી બની શકતા. તેમણે એવુ પણ કહ્યુ કે ગુણવત્તા નિયંત્રણ ખૂબ જરૂરી છે.

તેમણે કહ્યુ કે દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ હોવો જોઈએ જેથી સામાન્ય માણસની ખરીદવાની ક્ષમતા વધે.

તેમણે દેશની વિદેશ વેપાર નીતિની નીંદા કરતા કહ્યુ અમારો વિદેશ મંત્રાલય જૂના યુગની જેમ કામ કરી રહ્યો છે. જે રીતે દિલ્હીથી શાસન કરવામાં આવી રહ્યુ છે તેને રોકવુ જોઈએ. મોદીએ કહ્યુ કે દરેક રાજ્યની તાકતને માન્યતા આપવી જરૂરી છે.

સરકાર અને સામાન્ય માણસ વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવા પર તેમણે જોર આપ્યો. સામાન્ય રીતે સરકાર અને ઈંકમટેક્ષ અધિકારી વેપારીઓને ચોર સમજે છે, પણ વેપારીઓની સાથે આ પ્રકારનો વર્તાવ નહી હોવો જોઈએ.

તેમણે કહ્યુ, લોકોને એક બીજા પર વિશ્વાસ કરવો જોઈએ અને આ આધાર પર કામ થવુ જોઈએ. જો કોઈ ઉણપ રહે છે, તો એ માટે કાયદો છે.