શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 29 જાન્યુઆરી 2014 (11:53 IST)

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હંગામો

P.R
અહી વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહના ભાષણનો વિરોધ કર્યો છે. વક્ફ વિકાસ નિગમના આ કાર્યક્રમમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મંચ પર હાજર હતી. પ્રધાનમંત્રીના અલ્પસંખ્યકોના કલ્યાણ માટે નવી યોજનાઓ શરૂ કરવાની વાત કરી. આનો વિરોધ કરતા ડો. ફહીમ બેગ નામના એક વ્યક્તિએ કહ્યુ કે જે યોજનઓ છે, તેને જ અમલમાં લાવવામાં આવે તો નવી યોજનાઓની જરૂર નહી પડે. આ વ્યક્તિએ આરોપ લગાવ્યો કે વિકાસ નથી થયો.

પરંતુ ત્યા હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને બોલવા ન દીધા. તેમણે એ વ્યક્તિનુ મોઢી પકડી તેને હોલની બહાર લઈ ગયા. ત્યારબાદ ત્યા હાજર અન્ય લોકોએ આ વાતનો એવુ કહીને વિરોધ કર્યો કે આ અભિવ્યક્તિની આઝદી પર હુમલો છે.

વિરોધ કરનાર વ્યક્તિએ કહ્યુ કે તે દિલ્હીના યમુના પાર વિસ્તારથી આવ્યા છે. તેમના વિસ્તારમાં અલ્પસંખયકોના વિકાસ માટે કોઈ કામ નથી થયુ. આ વિશે ઘણીવાર પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખવા છતા કોઈ પગલા નથી લેવાયા.

તે વ્યક્તિ થોડા મોટા અવાજમાં બોલી રહ્યા હતા. તેથી સુરક્ષા કર્મચારીઓ તેમની પાસે આવ્યા અને તેમને બહાર લઈ ગયા. તેનો અવાજ દબાવવા માટે તેમણે તે વ્યક્તિના મોઢા પર હાથ મુક્યો હતો.