ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

મનમોહનની કરજઈ સાથે ટેલીફોનિક વાતચીત

વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે વાત કરી અને કાબુલમાં ગુરૂવારે ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના કારણે ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાને ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલામાં 17 લોકોના મૃત્યુ પર ઉંડી સંવેદના વ્યક્ત કરી તથા ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓ માટે ચિકિત્સાનો બંદોબસ્ત કરવાનો પ્રસ્તાવ કર્યો. બન્ને નેતાઓએ ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના કારણે ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી.

આ સુત્રોના જણાવ્યાનુસાર ભારત બે અફઘાન પોલિસ કોંસ્ટેબલ આલમ ખાન અને મોહમ્મદ ઉસ્માનના પરિવાર માટે સહાયતાની જાહેરાત કરી શકે છે. આ બે પોલીસકર્મીઓ સતર્કતા દેખાડવા માટે વિસ્ફોટકોથી ભરેલા વાહનને દૂતાવાસના દ્રારાથી અંદર ન ઘુસવા દીધા જેના કારણે ભારી નુકસાન થવાથી રહી ગયું.

વડાપ્રધાનની કરજાઈ સાથે થયેલી ટેલીફોન વાતચીતના અમુક કલાકો પહેલા વિદેશ સચિવ નિરૂપમા રાવ પોતાની બે દિવસીય કાબુલ યાત્રાથી પરત ફરી હતી. નિરૂપમા વિસ્ફોટથી ઉત્પન્ન સ્થિતિનું નિરીક્ષણ લેવા માટે અફઘાન રાજધાની ગઈ હતી.