ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઇ , શનિવાર, 28 માર્ચ 2009 (12:46 IST)

મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક એક થાવ

દેશમાં સત્તા મેળવવા માટે ઠાકરેની અપીલ

શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં સામનામાં કહ્યું છે કે, મોદીએ એક સ્વયંભૂ નેતા છે અને ભાજપને તેની જરૂરત છે. સાથોસાથ તેમણે દેશમાં સત્તા માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના નેતાઓને એક થવા કહ્યું છે.

મોદીને સરદાર મોદી બતાવતા તેમણે કહ્યું કે, શિવસેનાના વરિષ્ઠ નેતા મોદી સ્વયંભૂ નેતા છે અને એમના બધુ મેળવવાની ક્ષમતા છે જે તે મેળવવા ઇચ્છે છે અને એ માટે તે ભાજપના હાઇ કમાન્ડ ઉપર દબાણ પણ બનાવી રાખી છે.

તેમણે પોતાના લેખમાં કહ્યું છે કે, દેશમાં સત્તા હાંસલ કરવા માટે ઉત્તર પ્રદેશ અને બિહારના યાદવો એક મંચ ઉપર આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના નેતાઓએ પણ પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવાના ઉદ્દેશથી એક થવું જોઇએ.