શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

‘મોદીની ચા' ને ‘રાહુલ-ધાબળા'

P.R
2014ની લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાની બાંયો ચઢાવી રહ્યા છે. કાનપુરમાં ભાજપે પ્રચારની અનોખી રીત અપનાવી છે. પક્ષ અહીં લોકોને મફતમાં ‘મોદી-ચા' નું વિતરણ કરી રહ્યા છે. તો કોંગ્રેસે ‘મોદી-ચા' ના જવાબમાં ‘રાહુલ-કંબલ'નું વિતરણ શરૂ કરી દીધું છે.

હવે સામાન્ય ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષો લોકો વચ્ચે પોતાનો પ્રભાવ જમાવવા જુદી જુદી રીત અપનાવી રહ્યા છે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને વટાવવામાં ભાજપ સક્રિય છે અને ભાજપ તેમના નામે ઠેર-ઠેર ‘મોદી-ચા' નું વિતરણ કરે છે, જે સામાન્ય પ્રજામાં લોકપ્રિય બની રહી છે. જયારે મોદીના નામે વહેંચવામાં આવતી ‘મોદી-ચા' ના જવાબમાં યુવા કોંગ્રેસ કાર્યકરોએ રાહુલ ગાંધીની લોકપ્રિયાતને વટાવવા માટે ‘રાહુલ-કંબલ'નું ગરીબો અને નિઃસહાય લોકોને ભેટ આપીને તેમની સહાનુભૂતિ જીતવાની કોશિશ કરી રહી છે.