શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ડાબેરીઓની ધમકીથી મનમોહન બેફિક્ર

કહ્યુ - કરાર પર સંસદનો સામનો કરવા તૈયાર

ભારત-અમેરિકા પરમાણુ કરારને આગળ વધારવા પર સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચી લેવાની ડાબેરીઓની ધમકીને ખાસ મહત્વ ન આપતા પ્રધાનમંત્રી મનમોહનસિંહે સોમવારે કહ્યુ કે તેઓ સમજૂતીના અમલીકરણના પહેલા આ મુદ્દા પ્ર સંસદનો સામનો કરવા તૈયાર છે.

પરમાણુ કરાર પર ડાબેરીઓ તરફથી વધેલા અવરોધોના એક પખવાડિયા પછી સિંહે પોતાનુ મૌન તોડતા કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે સરકારને આઈએઈએ અને એનએસજી સાથે વાર્તા પ્રક્રિયાને પૂરી કરવાની અનુમતિ આપવામાં આવે.

તેમણે વિશ્વાસ બતાવ્યો કે અમેરિકાની સાથે પરમાણુ સહયોગના સંબંધે તેમની સરકાર ડાબેરીઓ સહિત બધા પક્ષોની ચિંતાઓનો નિકાલ કરવામાં સફળ થશે.

સમજૂતી પર એક પગલુ પણ આગળ વધવાની સ્થિતિમાં સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચવાની માકપા મહાસચિવ પ્રકાશ કરાતની ધમકીના વિશે પ્રધાનમંત્રીએ કહ્યુ આવી સ્થિતિ આવતા અમે તેમનો સામનો કરીશુ.

તેમણે કહ્યુ કે મને આશા છે કે અમે રસ્તો કાઢી શકીએ છીએ. અમે હજુ પણ એવા નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ, જે બધા પક્ષોને સંતુષ્ટ કરી શકે.