શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 1 ઑક્ટોબર 2013 (14:32 IST)

રાજસ્થાન હાઈકોર્ટે આસારામની જામીન અરજી ફગાવી

P.R
પોતાના જ આશ્રમની કિશોરી બાળાના યૌન શોષણના આરોપમાં ફંસાયેલા આસારામને એક મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામની જામીન અરજી રદ્દ કરી દીધી છે. આસારામના કેસના વકીલ રામ જેઠમલાણીએ કહ્યુ યુવતીએ આસારામ વિરુદ્ધ ષડયંત્ર રચ્યુ. તે આરામની જીંદગી જીવવા માંગતી હતી. જો કે જેઠમલાણીની આ દલીલોની મહિલા જજ પર કોઈ અસર ન થઈ અને તેણે એક મિનિટમાં આસારામની અરજી રદ્દ કરી દીધી.

નીચલી કોર્ટે પહેલા જ આસારામની જામીન અરજી રદ્દ કરી દીધી છે અને હવે રાજસ્થાન હાઈકોર્ટમાંથી નિરાશા મળ્યા બાદ તેમની પાસે જામીન માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

આ પહેલા સોમવારે જોઘપુર કોર્ટમાંથી પણ આસારામને રાહત ન મળી. તેમની ધરપકડ 11 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.

બીજી બાજુ આસારામના એક જૂના સાઘકે એક વધુ ચોખવટ કરી છે. અજય કુમારના મુજબ આસારામના આશ્રમમા વર્ષોથી યુવતીઓ જવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે જણાવ્યુ કે આસારામની શાંતિ કુટિયામાં યુવતીઓ મોડી રાત્રે જતી હતી, એ કુટિયામાં સ્વીમિંગ પુલ પણ હતો.

બીજી બાજુ આસારામની વોર્ડન શિલ્પીને ત્રણ દિવસની પોલીસ રિમાંડ પર મોકલવામાં આવી, શિલ્પીના ખુલાસાથી આસારામની મુશ્કેલીઓ વધી શકે છે.